સમય ક્રાંતિ ન્યૂઝ..
ગુજરાતની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આવ્યા ખુશખબર, રાજ્યની શાળામાં આગામી 9 નવેમ્બરથી દિવાળી વેકેશન શરૂ થશે. આગામી 9 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી શાળાઓમાં દિવાળી વેકેશનની રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં કુલ 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યું છે.
એટલે 29 નવેમ્બર બાદ શાળાઓમાં બીજા સત્રનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે.જિલ્લા શિક્ષઅધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલન કરીને વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના તમામ વિદ્યાર્થીઓની વેકેશનની તારીખો એક સમાન રહેશે. 30 નવેમ્બરથી બીજા સત્રનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે.