સમય ક્રાંતિ ન્યૂઝ..
સમગ્ર વિશ્વમાં ૧૫ જુલાઈ થી ૨૮ જુલાઈ સુધી હિપેટાઈટીસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે તાપી જીલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે “ It’s Time for Action “થીમ હેઠળ હિપેટાઈટીસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેના ભાગરૂપે આજરોજ તારીખ ૨૬/૦૭/૨૦૨૪ ના શુક્રવારનાં રોજ અજય જનકરાય શાહ નર્સિંગ ઈંસ્ટિટ્યૂટ વ્યારા તેમજ અરૂણાબેન ભક્તા નર્સિંગ કોલેજ બાજીપુરા નાં નર્સિંગના વિદ્યાર્થીઓ ને જન જાગ્રુતિનાં ભાગરૂપે હિપેટાઈટીસ અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવી. તથા એચ.આઈ.વી. અને ટી.બી. જાતિય રોગો જેવા સંક્રમિત રોગોની સમજણ આપવામાં આવી.જેમાં નોડલ ઓફિસર ડિસ્ટ્રીક્ટ ટી.બી અધિકારી ડો. રાજુભાઈ ચૌધરી, એ.આર.ટી મેડિકલ ઓકિસર ડો. નિરવ ગામીત, નોડલ ઓફિસર ડો. નિમેશ ચૌધરી( ફિજીસિયન જનરલ હોસ્પિટલ, વ્યારા), ડો. ચિરાગ ઘોઘારી (માઇક્રોબાયોલોજીસ્ટ જનરલ હોસ્પિટલ, વ્યારા), ડી. પી. સી. ડો. ગ્રીષ્મા ગામીત તેમજ આઈ.સી.ટી.સી કાઉન્સેલર મયંકભાઈ ચૌધરી, જશોદાબેન ગામીત, એસ.ટી.આઈ કાઉન્સેલર નરેશભાઇ ગામીત તેમજ નર્સિંગ કોલેજનાં સ્ટાફ તથા ટી.આઈ. એન.જી.ઓ. આશ્રય ફાઉન્ડેશન નાં મેનેજર મહેંદ્રભાઇ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.