ડુપ્લીકેટ નાયબ કલેકટર બની લાખોનો ચૂનો લગાવ્યો હેતલ ચૌધરી

સમય ક્રાંતિ ન્યૂઝ..

રિંગરોડ માન દરવાજા પાસે આવેલ જવેલર્સના માલીકને નાયબ કલેકટર તરીકે ઓળખ આપી ૧૨.૩૮ લાખના દાગીના ખરીદી ચુનો ચોપડનાર ઠગબાજ હેતલ ચૌધરીનો સારોલી વિસ્તારમા મોબાઈલ સ્નેચીંગ થયો હતો. ત્યારે પણ પોલીસને પોતે નાયબ કલેકટર તરીકે ઓળખ આપી પોલીસને દોડાવી હતી. પોલીસે હેતલ ચૌધરી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


સારોલી પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ એ.એસ.આઈ કલાભાઈ જાતરીયાભાઈએ ગતરોજ ગાંધીનગર નાયબ કલેકટર તરીકે ખોટી ઓળખ આપનાર હેતલ સંજય શંકર ચૌધરી (રહે, રાજભવન સરકીય હાઉસની બાજુમાં ગાંધીનગર તેમજ પ્રમુખસ્વામી સોસાયટી મુસા રોડ ચૌધરી સમાજની વાડી સામે વ્યારા) સામે રાજ્યસેવકની ખોટી ઓળખ આપવા મામલે ફરિયાદ નોધાવી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

જેમાં તેઓએ જણાવ્યું હતું કે આરોપી હેતલ ચૌધરીએ  ગત ૩૦ માર્ચના રોજ સવારે સાડા દસથી દોઢ વાગ્યાના આરસામાં પોલીસ સ્ટેશનમાં પોતાનો મોબાઈલ સ્નેચીંગ અંગે ફરિયાદ આપવા માટે આવી હતી. તે વખતે  ફરિયાદમાં પોતે ગાંધીનગર ખાતે નાયબ કલેકટર તરીકે નોકરી કરુ છે. તેમ જણાવી પોતે રાજ્ય સેવક તરીકે હોદ્દો ધરાવતી નથી તે જાણવા છતાંયે પોતાની ખોટી ઓળખ રાજય સેવક તરીકે ગાંધીનગર નાયબ કલેકટર તરીકે આપી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે હેતલ ચૌધરીએ રિંગ રોડ માન દરવાજા મમતા હોસ્પિટલની સામે ચામુંડા જવેલર્સના માલીકને પણ ગાંધીનગરમાં નાયબ કલેકટર તરીકે ઓળખ આપી રૂપિયા ૧૨.૩૮ લાખના દાગીના ખરીદી ચુનો લગાવ્યો હતો. જે ગુનામાં સલાબતપુરા પોલીસે તેની ધરપકડ કરી હતી.

Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી