સાબરકાંઠા / ભાજપનું ડેમેજ કન્ટ્રોલ કેટલું સફળ? 

સમય ક્રાંતિ ન્યૂઝ..

લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ તડામાર તૈયારીઓ કરી રહી છે ત્યારે ભાજપ માટે સાબરકાંઠા બેઠક માથાનો દુખાવો બની છે. આ બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યા બાદ પણ ભાજપના જ કાર્યકરો અને નારાજ નેતાઓ દ્વારા વિરોધ યથાવત છે. આ વિરોધને પગલે ખુદ મુખ્યમંત્રીએ ડેમેજ કન્ટ્રોલ માટે ઉતરવું પડ્યું છે.

સાબરકાંઠા બેઠક પર પહેલા અરવલ્લી જિલ્લા ભાજપ મહામંત્રી ભીખાજી દુધાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી. જો કે તેમના નામના વિરોધ પગલે ભાજપ દ્વારા ઉમેદવાર બદલીને પ્રાંતિજ બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા જે હમણાં થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા છે તેમના પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. જો કે, શોભનાબેનનું નામ જાહેર થતા જ ભાજપના કાર્યકરો અને નારાજ નેતાઓ દ્વારા તેમના નામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માંગ કરવામાં આવી રહી છે કે ‘આયાતી ઉમેદવારની ટિકિટ રદ કરી ભાજપના કાર્યકરને ટિકિટ આપવામાં આવે.’ઉલ્લેખનીય છે કે ગઈકાલે (30 માર્ચ 2024) સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારનો ભાજપના જ કાર્યકરો દ્વારા થતા વિરોધને ડામવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને એક હાઈલેવલ બેઠક મળી હતી. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ સંગઠનના મંત્રી રત્નાકર સામેલ હતા. આ મિટિંગમાં પ્રદેશ ભાજપ દ્વારા સાબરકાંઠા – અરવલ્લી જિલ્લાના તમામ નેતાઓને પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓને પાર્ટીના પ્રચારમાં કામે લાગી જવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ દ્વારા ડેમેજ કન્ટ્રોલની સાથે સાથે આ વિરોધમાં પડદા પાછળની ભૂમિકા ભજવનાર સંગઠનના લોકો અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી. જિલ્લાના નેતાઓને સૂચના આપવામાં આવી હતી કે, મીડિયામાં કે જાહેર જગ્યાએ કઈ બોલવું નહીં, પક્ષ પોતાનો નિર્ણય કરશે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી