સમય ક્રાંતિ ન્યૂઝ..
ઝારખંડના (Jharkhand) ચક્રધરપુરમાં મંગળવારે સવારે ફરી એકવાર મોટો ટ્રેન અકસ્માત (Train Accident) થયો હતો. અહીં હાવડાથી મુંબઈ જઈ રહેલી 12810 હાવડા-CSMT મેલના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અગાઉ બે દિવસ પહેલા પણ આ જ સ્થળે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી, જેની વેગન પાટા પર જ હતી.
અગાઉના અકસ્માત બાદ રેલ્વે વિભાગની બેદરકારી પણ સામે છે. અસલમાં જ્યારે બે દિવસ પહેલા માલગાડી પાટા ઉપરથી ઉતરી ગઇ હતી ત્યારે તેના ડબ્બા પાટા ઉપર જ હતા, અને જ્યારે આજે હાવડા-મુંબઈ મેલ બીજા ટ્રેક પરથી આવી રહ્યો હતો ત્યારે તે ટ્રેક પર પહેલાથી જ પડેલા કેટલાક કોચ સાથે અથડાઈ ગયો હતો. આ અકસ્માત બાદ અનેક બોગીઓ પાટા પરથી પલટી ગઈ હતી. તેમજ બે લોકોના મોત થયા હતા. જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
હાવડા-મુંબઈ રેલ્વે લાઇન પર ચક્રધરપુર નજીક પોલ નંબર 219 પાસે આ અકસ્માત થયો હતો. મંગળવારે સવારે બનેલી આ ઘટનામાં ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અહીં આ દુર્ઘટના પહેલાથી પડેલી બોગીઓ સાથે ગુડ્સ ટ્રેનની ટક્કરથી થઈ હતી. આ દુર્ઘટનામાં 60 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જ્યારે એક મુસાફરનું મોત પણ થયું છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ સિવાય હાવડા-મુંબઈ રેલ્વે લાઇન પર ટ્રેનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
અસલમાં હાવડાથી મુંબઈ જતી ટ્રેન સોમવારે રાત્રે 11:02 વાગ્યાને બદલે 02:37 વાગ્યે ટાટાનગર પહોંચી હતી. અહીં બે મિનિટના થોભ્યા પછી, તે આગલા સ્ટેશન ચક્રધરપુર માટે રવાના થઈ, પરંતુ તે આગલા સ્ટેશન ચક્રધરપુર પહોંચે તે પહેલાં ટ્રેન બડામ્બોથી આગળ 03:45 વાગ્યે અકસ્માતનો ભોગ બની હતી.