જો પુરુષોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી નીચે ઉતરે તો આ પાટીદારને વધુ એક તક મળી શકે છે

સમય ક્રાંતિ ન્યૂઝ..

અમદાવાદ ક્ષત્રિય સમાજને લઈને આપેલું નિવેદન રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા માટે ગળાનો કાંટો બની ગયું છે. ત્રણ વખત માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે. આવી સ્થિતિમાં જો રૂપાલા પોતાની ઉમેદવારી પાછી ખેંચે તો ભાજપ કયા પાટીદારને ત્રીજી તક આપશે? જો કે, હાલ ભાજપ આ મુદ્દાના સુખદ ઉકેલ માટે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક પણ કરી રહ્યું છે. પરંતુ અત્યાર સુધી યોજાયેલી બેઠકો અનિર્ણિત રહી છે.

સુરેન્દ્રનગર, જૂનાગઢ અને રાકોટમાં ક્ષત્રિયોએ કરેલા શક્તિ પ્રદર્શનથી ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ છે. એટલું જ નહીં ક્ષત્રિય સમાજે 19મી એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જે મુજબ જો પુરૂષોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી ઉમેદવારી પરત નહીં ખેંચે તો 20 એપ્રિલથી આંદોલન પાર્ટ-2 શરૂ થશે. જો પુરુષોત્તમ રૂપાલા સામેનો વિરોધ વધતો રહેશે તો કદાચ ભાજપ તેમને રાજકોટ બેઠક પરથી હટાવી શકે છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

જો આમ થાય તો પાટીદાર નેતા મોહન કુંડારિયાને લોટરી લાગી શકે છે. રાજકોટ મતવિસ્તારના વર્તમાન સાંસદ મોહન કુંડારિયાએ નો-ડ્યુ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા શરૂ કરતાં ભાજપ રાજકોટમાં ઉમેદવાર બદલી શકે છે તેવી ચર્ચાઓ શરૂ થઈ હતી. પરંતુ ભાજપે આ પ્રકારની ચર્ચાને નકારી કાઢી હતી. જો ચર્ચા સાચી ઠરશે તો મોહન કુંડારિયા તેનો સૌથી મોટો ફાયદો ઉઠાવી શકે છે.

રાજ્યભરના ક્ષત્રિયોના ગુસ્સાને શાંત કરવા ભાજપ રૂપાલાની ટિકિટ રદ કરીને કુંડારિયાને રાજકોટ બેઠક પરથી ઉમેદવાર બનાવી શકે છે. આપને જણાવી દઈએ કે ક્ષત્રિય સમાજના ભારે વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટના યાજ્ઞિક રોડ સ્થિત જગન્નાથ મંદિરમાં ભગવાન શિવના દર્શન કર્યા બાદ શહેરના બહુમાળી બિલ્ડીંગ ચોકની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે વિશાળ જનસભાને સંબોધ્યા બાદ ઉમેદવારી પત્ર ભર્યું હતું.

આ પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરા અને મોહન કુંડારિયા સહિતના પક્ષના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ વાત એ છે કે મોહન કુંડારિયાએ ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે. હવે જોવાનું એ રહે છે કે પુરુષોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રહે છે કે પછી તેમના સ્થાને મોહન કુંડારિયા ઉમેદવારી કરે છે.

Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી