કોંગ્રેસની સરકાર બનશે તો પ્રફુલ પટેલને ૨ મિનિટમાં હટાવીશું

સમય ક્રાંતિ ન્યૂઝ..

રાહુલ ગાંધી આજે સંઘપ્રદેશ દમણમાં જાહેરસભાને સંબોધિત કરી હતી. દમણની સભામાં રાહુલ ગાંધીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફૂલ, ભાજપ અને ઇજીજી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ પ્રફૂલ પટેલને એડમિનિસ્ટ્રેટર નહીં પણ રાજા ગણાવ્યા હતા. સાથે કહ્યું હતું કે દિલ્હીમાં અમારી સરકાર આવશે એટલે તેને બે મિનિટમાં જ અહીંથી આઉટ કરી દેવાશે. સભામાં ઉપÂસ્થત લોકોને કહ્યું મોદીજીએ તમારો મૂડ ખરાબ કરી રાખ્યો છે તે હું ઠીક કરવા માટે આવ્યો છું.


સંઘપ્રદેશ દમણમાં જાહેરસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હિન્દુસ્તાનમાં અલગ અલગ ભાષા, ઇતિહાસ છે. આજે હિન્દુસ્તાનમાં બે વિચારધારાઓ વચ્ચે લડાઈ છે. બીજેપી એક દેશ, એક ભાષા, એક લીડરમાં માને છે. પ્રફુલ્લ પટેલ રાજાની જેમ બેસાડ્યા છે. પહેલા આ કિલ્લામાં રાજા બેસતા હતા, હવે પ્રફુલ્લ પટેલ એડમિનિસ્ટ્રેશન નહિ પરંતુ રાજા છે. રાજાને દિલ્હીથી બેસાડ્યો છે. જે કરવું હોય એની છૂટ છે. પ્રફુલ્લ પટેલ જે મનમાં આવે એ કરે છે. આ આખા દેશમાં ચાલી રહ્યું છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમે સંવિધાનની રક્ષા કરીએ છીએ. ભાજપ સંવિધાનને પૂરું કરવા લાગ્યા છે. પફુલ્લ પટેલ પાસે કઈ માંગવા જઈએ તો ગેટ આઉટ કહી દે છે આવું દિલ્હીમાં થાય છે. ઇડી, પોલીસ, ઇન્કમટેક્સ ભાજપ પાસે છે. ઇલેક્શન કમિશનર, જ્યૂડીસીયરી બધું જ ભાજપ પાસે છે. હવે આ લોકો લોકતંત્રને પૂરું કરવા લાગ્યા છે. તમામ વાઇસ ચાન્સલર આર.એસ.એસ ના છે. આર.એસ.એસના ચીફનું નિવેદન આવે છે કે અમેં રીઝવેશન વિરુદ્ધ નથી. એ લોકોએ પહેલા કીધું હતું અમે રીઝવેશન વિરુદ્ધ છે. આ બીચ પર સાઈન હોઈ અદાણી બીચ, હાઇવે અદાણી બીચ…. આ બધાના ૧૬ લાખ કરોડ મોદીએ માફ કર્યા. પરંતુ ખેડૂતો અને વિદ્યાર્થીઓનો એક રૂપિયો પણ માફ કર્યો નહિ.

રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે, અમારી સરકાર દિલ્હીમાં આવશે તો પ્રફુલ્લ પટેલને કાઢી નાંખશું. એમની દાદાગીરી ટાઇડ કરી નાખીશ. હું મૂળ ઠીક કરવા આવ્યો છું. એક મહિલાના નામની પસંદગી થશે. એક વર્ષમાં ૧ લાખ રૂપિયા આપીશું. અંકલજીને બવ બધાને બેરોજગાર કર્યા છે. યુવાઓને એપ્રેÂન્ટસ્ટની નોકરી મળશે. ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી. મનરેગામાં અમે ૪૦૦ રૂપિયા કરીશું. અમારો ક્રાંતિકારી મેની ફેસ્ટો છે, પછી એડમિનિસ્ટ્રેશન ભાગશે નહિ આગળ પાછળ ભાગશે.

Related Posts
રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

સમય ક્રાંતિ ન્યૂઝ.. SEOCના આગવા મોડલના પરિણામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા Read more

તાપી જિલ્લાના સોનગઢના મેઢા ગામની વિદ્યાર્થિની પ્રિયંકા ગામીત પીએચ. ડી. થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ મેઢા ગામની વિદ્યાર્થિની કુ.પ્રિયંકા રમણભાઇ ગામીતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય (ભારતની સંસદના Read more

વાલોડ તાલુકાના ધામોદલા ખાતે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામે ક્લસ્ટર બેઝ તાલિમ યોજાઇ હતી. જેમાં ૨૫ જેટલી બહેનોએ ભાગ લિધો Read more

સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ કરાઇ ઉજવણી

મત્સ્યપાલન ક્ષેત્રેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મત્સ્ય ખેડૂતોને સન્માનિત કરાયા સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ સેન્ટર ઓફ એકસલન્સ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી