સમય ક્રાંતિ ન્યૂઝ..
ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પેન્સિલવેનિયા યુએસમાં ફાયરિંગના લગભગ બે કલાક પછી ચાઇનીઝ ઓનલાઈન રિટેલર્સે ગજબનું કામ કર્યુ હતું. અસલમાં આ ઓનલાઇન પ્લેટકોર્મે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની હત્યાના પ્રયાસમાંથી બચવાની ક્ષણને કૅપ્ચર કરી આ ફોટા સાથે ટી-શર્ટ વેચવાનું શરૂ કર્યું હતું. આ તસ્વીરમાં ટ્રમ્પના ચહેરા પર લોહી છે અને તેઓ મુઠ્ઠી વડે પોતાના સમર્થકોને પ્રોત્સાહિત કરતા જોવા મળે છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ હુમલાના બે કલાકની અંદર અલીબાબાની માલિકીના લોકપ્રિય ચાઇનીઝ ઇ-કોમર્સ પ્લેટફોર્મ તાઓબાઓ પર ટી-શર્ટની પ્રથમ બેચ વેચાણ માટે આવી હતી. ત્યારે ચાઈનીઝ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ તાઓબાઓ પરના વિક્રેતા લી જિનવેઈએ જણાવ્યું હતું કે, “અમે ગોળીબારના સમાચાર જોતાની સાથે જ તાઓબાઓ પર ટી-શર્ટ વેચવાના શરૂ કરી દીધા હતા. જો કે, અમે આ પ્રિન્ટડ ટી શર્ટ છાપી પણ ન હતી, અને ત્રણ કલાકમાં અમે ચીન અને યુ.એસ. બંને તરફથી 2,000 થી વધુ ઓર્ડર પ્રાપ્ત થયા.