સમય ક્રાંતિ ન્યૂઝ..
એમ.એસ. ધોનીએ ગઈકાલે દિલ્હી કેપિટલ્સની સામે વિશાખાપટ્ટનમમાં તોફાની ઈનિંગ રમી, જેને જોઈને શ્રીકાંત માહીના દીવાના થઈ ગયા. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ 20 રનથી મેચ હારી ગઈ, પરંતુ ધોનીની ઈનિંગે મેચના પરિણામને રોચક બનાવતા ચાહકોને પોતાની રમતના દીવાના બનાવી દીધા. વર્તમાન આઈપીએલમાં એમએસ ધોની પહેલી વખત બેટિંગ કરવા ઉતર્યા હતા.
જોકે, એમએસ ધોનીએ એવો કોઈ સંકેત આપ્યો નહીં કે તે લાંબા સમયથી ક્રિકેટ એક્શનથી દૂર છે અને માત્ર 16 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 37 રન બનાવ્યા. શ્રીકાંતે પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું કે ‘સીએસકેના પૂર્વ કેપ્ટનની ઈનિંગ જોઈને તેમની પાસે શબ્દ ખતમ થઈ ગયા છે.
ધોની આટલા સમય સુધી રમી શકે છે
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને સિલેક્ટર શ્રીકાંતે કહ્યું કે ધોનીની ઈનિંગે સીએસકે અને તેના ચાહકોને નૈતિક જીત આપી છે. શ્રીકાંતે કહ્યું કે ધોની અત્યારે સર્વશ્રેષ્ઠ ભારતીય વિકેટકીપર છે. શ્રીકાંતનું માનવુ છે કે એમએસ ધોની હજુ બે વર્ષ આઈપીએલમાં રમી શકે છે. ધોની અને ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ હવે 5 એપ્રિલે હૈદરાબાદમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે.