સુરતમાં કોંગ્રેસને મોટો ઝટકો, લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ આખરે રદ્દ કરાયું

સમય ક્રાંતિ ન્યૂઝ..

સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. સુરતમાં હાઇવોલ્ટેજ ડ્રામા બાદ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે. ડમી ઉમેદવાર સુરેશ પડસાળાનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું છે. સુરતમાં કોંગ્રેસનો હવે લોકસભા ચૂંટણીમાં કોઇ ઉમેદવાર નથી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-36(2)(ગ)ની જોગવાઇ મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત 24-સુરત સંસદીય મતદાર વિભાગમાં રજૂ થયેલ નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય કરવા હુકમ કર્યો હતો.

હાઇકોર્ટમાં જશે કોંગ્રેસ

કોંગ્રેસ લીગલ સેલના સભ્ય ઇકબાલ શેખે કહ્યુ કે, જો કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવશે તો ગુજરાત હાઇકોર્ટમાં જવાની તૈયારી છે. જો ફોર્મ રદ કરવામાં આવશે તો આર્ટિકલ 226 રિટ પિટિશન અરજી હાઇકોર્ટમાં કરવામાં આવશે.

શું હતી ઘટના?

સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને તેમના ડમી ઉમેદવારની દરખાસ્ત કરનારા ચાર જણાએ ફોર્મ ચકાસણી દરમિયાન મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વરની હાજરીમાં ઓન કેમેરામાં અમે ફોર્મમાં સહી જ કરી નથી. એવી એફીડેવીટ અને નિવેદન આપતા જિલ્લા સેવાસદનમાં હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.

કોંગ્રેસના વકીલે કહ્યું કે, જે સોગંદનામુ રજૂ કરવામાં આવ્યો છે તે નોટરી એક જ વકીલ પાસે કરવામાં આવી છે, સહી, સ્ટેમ્પ એક જ જગ્યાએ કરવામાં આવી છે.”

કોંગ્રેસના વકીલ બાબુભાઇ માંગુકિયાએ કહ્યું કે, ચાર ટેકેદારોના અપહરણ થયા છે, એ લોકોનો કોઇ કોન્ટેક્ટ થતો નથી, પોલીસ પણ તપાસમાં સહયોગ કરતી નથી. આ ટેકેદારોની ખાલી સહી જ જોવાની હોય, આ ખોટે ખોટો ઇશ્યૂ ઉભો કરવામાં આવ્યો છે.કાયદા પ્રમાણે સહી જ જોવાની હોય છે, આખે આખી વિગતો જોવાની હોતી નથી.

Related Posts
વ્યારા તાલુકા પંચાયતમાં થયેલા ડુપ્લીકેટ કામ બાબતે બે કોન્ટ્રાકટર વિરૂદ્ધ વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયત કચેરીમાં મોટો ભ્રષ્ટ્રાચાર બહાર આવ્યો છે જેમાં કોન્ટ્રાકટર દ્વારા ડુપ્લીકેશન કરવામાં આવ્યા Read more

જિલ્લા પંચાયત તાપી દ્વારા શૌર્યચક્રથી સન્માનિત એવા ભારતના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનુ સન્માન

સમય ક્રાંતિ ન્યૂઝ.. શૌર્યચક્રથી સન્માનિત એવા ભારતના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનું તાપી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત Read more

ધરમપુરના ચવરા ગામે આવેલ ગીદાડીનો આંકડોમાં પ્રકૃતિએ પાથરેલું અઢળક સૌંદર્ય તમે જોયું છે..!

સમય ક્રાંતિ ન્યૂઝ.. વરસાદ શરૂ થતાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા અનેક એવા Read more

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક અધિકારી અને ચાર જવાન શહીદ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડોડા (Doda) જિલ્લાના જંગલ વિસ્તારમાં સોમવારે રાત્રે આતંકવાદીઓ (Terrorists) અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. તેમજ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી