સમય ક્રાંતિ ન્યૂઝ..
અલથાણ પોલીસે ગતરોજ વીઆઈપી રોડ પર આવેલ ફોર પોઇન્ટ માં એક હોટલની આડમાં ધમધમતા કુટણખાના ને ઝડપી પાડ્યું હતું. પોલીસે બાતમીના આધારે દરોડા પાડી હોટલમાંથી ગ્રાહકને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ સમગ્ર કેસમાં હોટલના માલિક તથા હોટલ રિસેપ્શન પર રહેલી વ્યક્તિ અને ગ્રાહકની ધરપકડ કરી તેઓની સામે યૌન શોષણનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે અલથાણ પોલીસને બાતમી મળી હતી કે અલથાણ વિસ્તારમાં વીઆઈપી રોડ પર ફોર પોઇન્ટ માં પહેલા માળે હોટલ આકાશમાં કુટણખાનું ધમધમી રહ્યું છે. જે બાતમીના આધારે ગતરોજ સાંજે 8 થી 9:00 વાગ્યાના અરસામાં પોલીસે હોટલમાં દરોડા પાડી હોટલના રૂમ ચેક કરતા રૂમ નંબર 103 માંથી એક મહિલા અને ગ્રાહક કઢાંગી હાલતમાં મળી આવ્યા હતા.
જેથી પોલીસે તેઓને બહાર લાવી પૂછપરછ ચાલુ કરી હતી. આ સાથે જ હોટલમાં રિસેપ્શન પર રહેલા 20 વર્ષીય પરિતોષ ગૌતમ મહંતની પોલીસે પૂછપરછ કરતા તેણે ગ્રાહકો પાસેથી રૂપિયા 2500 માં શરીર સુખ માણવાની સગવડ પુરી પાડતા હોવાની કબુલાત કરી હતી.
જે રૂપિયા 2500 માંથી 500 રૂપિયા મહિલાને આપતા હતા તથા હજાર રૂપિયા મહિલા પૂરી પાડનાર યુવતીને આપતા હતા અને બાકીના હજાર રૂપિયા હોટલના માલિક રાખતા હતા. જેથી આ બનાવમાં અલથાણ પોલીસે હોટલના માલિક સુનીતા રાજેશભાઈ પટેલ (રહેવાસી-એ/૪૦૫, આકાશ પૃથ્વી, ભેસ્તાન), પરિતોષ ગૌતમ મહંતો (રહે-હોટલ આકાશ, પહેલો માળ, ૨૩૧ થી ૨૩૬, ફોર પોઈન્ટ, વી.આઈ.પી.રોડ અલથાણ) (મુળ રહે-ગામ-મારૌગોરા પો.સ્ટ.લીજોયદીહ થાના-માનબજાર જીલ્લા-પુરુલીયા પશ્વિમબંગાળ), પ્રિન્સ રમેશભાઈ સોનાણી (રહે-બી/૫૦૨, ધ પેલેડીયમ, કતારગામ) સામે યૌન શોષણનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.