આમલીપાડા ગામે ઇન્ડિયન ઓઇલ કંપની ની પાઇપ લાઈન માંથી ડીઝલ લીકેજ થઈ આગ ફાટી નીકળી

જિલ્લા ડિઝાસ્ટર તંત્ર એકશન મોડમાં આવતા ફાયર બ્રિગેડ,આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોચી
આધુનિક સુવિધાઓથી સજ્જ કંપની ના ટેક્નિશિયનો પોતાના કૌશલ્યથી પાઇપ લાઈન સત્વરે રિપેર કરી
ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા ગામ ખાતે સફળ રીતે મોકડ્રિલ નું આયોજન હાથ ધરી ઝીરો કેજ્યુલીટીથસ તમામ કામગીરી સૂપેરે સંપન્ન કરી

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આમલીપાડા ગામ નજીક થી પસાર થતી ઇન્ડિયન ઓઇલ કંપની ની પાઇપ લાઈન માં શુક્રવારે સવારે અચાનક જ ડીઝલ લીકેજ થયા બાદ આગ ફાટી નીકળતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.આ સંદર્ભે કંપની દ્વારા તાપી જિલ્લા વહીવટી વિભાગ ને જાણ કરવામાં આવતાં તાત્કાલિક નગર પાલિકા ફાયર બ્રિગેડ,આરોગ્ય વિભાગ, દ.ગુ વીજ કંપની નો સ્ટાફ, પોલીસ તંત્ર ના લોકો સ્થળ પર પહોંચી ગયા હતાં

WhatsApp Group Join Now
Instagram Page Join Now

અને કંપની ના સ્ટાફ સાથે મળી પાઇપ લાઈન માં થયેલું લીકેજ બંધ કરવામાં સફળતા મેળવી હતી.સોનગઢ ના બરડીપાડા ગુણસદા ખાતે કાર્યરત ઇન્ડિયન ઓઇલ ના પાઇપ લાઈન ડેપો દ્વારા શુક્રવારે સવારે આમલીપાડા ગામે મામલતદાર સોનગઢ નલિની બહેન ચાંપાનેરીયા ના અધ્યક્ષ સ્થાને ઓફ સાઈડ મોક ડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શરૂઆતમાં કંપની ની પાઇપ લાઈન નો ચેકિંગ સ્ટાફ એક ખેતર માં ચેકિંગ દરમિયાન પાઇપ લાઈન માં લીકેજ નિહાળે છે

અને તે પ્રથમ મુખ્ય પ્રચાલન પ્રબંધક જી.સી.વહાણે ને જાણ કરી હતી. જેથી તેઓ પ્રથમ કંપની માંથી સ્ટાફ ને મોકલી લીકેજ પર કાબુ મેળવવા પ્રયાસ કરે છે અને આ જ સમય દરમિયાન લીકેજ ના સ્થાને અચાનક આગ ફાટી નીકળે છે.જો કે કંપની ના ઓછાં સંસાધન ના કારણે તેઓ આગ પર કાબુ મેળવી શકતાં નથી જેથી પ્રચાલન પ્રબંધક પ્રિયેશ કુમાર અને એચ આર ગવળી દ્વારા જિલ્લા વહીવટી તંત્ર ને સમગ્ર ઘટના ની જાણ કરવામાં આવી હતી અને મદદ માંગી હતી અને નજીક આવેલા પેપર મિલ તથા ઉકાઈ થર્મલ ના ઇમરજન્સી સ્ટાફ, આરોગ્ય વિભાગ,પોલીસ તંત્ર ને પણ જાણ કરવામાં આવી હતી.સોનગઢ પાલિકા ના ફાયર બ્રિગેડ ના જવાનો એ આગ પર પાણી અને કેમિકલ નો છટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો

જ્યારે ઇન્ડિયન ઓઇલ કંપની ના ટેક્નિશિયનો એ આધુનિક સાધનો નો ઉપયોગ કરી પાઇપ લાઈન લીકેજ ના સ્થાને કલેમ્પ મારી પાઇપ લાઈન નું લીકેજ બંધ કરી દીધું હતું.એકાદ કલાક ની કામગીરી બાદ આ સમગ્ર પ્રક્રિયા મોક ડ્રિલ હોવા નું જાહેર કરવામાં આવ્યું હતું તેમજ આ મોક ડ્રિલ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી.ગ્રામજનોને હાશકારો થયો હતો.
આ કાર્યક્રમમાં પોસઇ કે.એલ ચૌધરી સહિત આરોગ્ય,દ. ગુ.વીજ કંપની અને તાપી જિલ્લા આપત્તિ વ્યસ્થાપન ના પ્રતિનિધિ સહિત ગામના સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી