સમય ક્રાંતિ ન્યૂઝ..
નવસારીના ચીખલી-ટાંકલ રોડ પર આજે બે કાર એક બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા ૬ લોકોને ઈજા પહોંચી હતી. તમામ લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના સેગવી ગામથી સુરત જિલ્લાના મહુવા ગામે લગ્ન પ્રસંગમાં જતાં પરિવારને અકસ્માત નડ્યો હતો. પૂરપાટ ઝડપે આવતી કારે સામેથી આવતી કારને અડફેટે લેતા અકસ્માત થયો હતો.અકસ્માતમાં કુલ ૬ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં આઠ મહિનાની એક બાળકી અને ૯ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં તમામને નાની મોટી ઈજા થતા સારવાર આપવામાં આવી છે. અકસ્માતમાં ભૂલ કોની હતી તે અંગે ચીખલી પોલીસે તપાસ શરૂ કરી અકસ્માતની નોંધ કરવામાં આવી છે.
ઇજાગ્રસ્તોના નામ ઉપર નજર નાખીએ તો, દિવ્યા સાવન રાઠોડ ૨૯,યુગ સાવન રાઠોડ ૯, હર્મિષ્ઠા સાવન રાઠોડ ૮ મહિના,સાવન મુકેશ રાઠોડ ૩૦, પ્રાચી દેવાંગ રાઠોડ ૨૨ (તમામ રહે.સેગવી તા.જી.વલસાડ)આશિષ હેમંત પટેલ (રહે.સરૈયા તા.ચીખલી)