સમય ક્રાંતિ ન્યૂઝ..
બીલીમોરા શહેર ખાતે સાંજે ૬ઃ૩૦ વાગે રેલવે સ્ટેશન પાસે શિવાજીનાં પૂતળાથી થઈ ગંગામાતા મંદિર સુધી ગાય માતાની રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે ગૌ દૂતો તરફથી ગૌ માતાનાં પ્રતિષ્ઠારૂપ સમર્થન રેલી કરી હતી અને આ રેલીમાં રાષ્ટ્રીય શિવદલ સંગઠન, તેમજ બજરંગ દળ, સ્ણ્ભ્, તેમજ આરએસએસ, હિંદુ લાયનસ ગ્રુપ, અગ્નવીર હિંદુ સંગઠન તેમજ દેવસરનાં ગણરાજ ગૃપ, સોમનાથ મંદિર ટ્રસ્ટનાં આગેવાનો, જલારામ મંદિર ટ્રસ્ટનાં આગેવાનો તથા ગામનાં સામાજિક નાગરિકો અને સંગઠનનાં પદધિકારીયો, કાર્યકરો મોટા-માન ઉપસ્થિત રહયા હતા.
બીલીમોરા રેલ્વે સ્ટેશન પરનાં છત્રપતિ શિવાજી મહારાજનાં મૂર્તિને પુષ્પહાર પહરાવીને ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એવો સંકલ્પ કરી પદ્યત્રાનો આરંભ થયો હતો.
આ કાર્યક્રમમાં નાગાપગ ચાલતા પદયાત્રા આરંભ તથા સંચાલન રાષ્ટ્રીય શિવદલ સંગઠનનાં રાષ્ટ્રીય મહામંત્રી તથા ગૌ દૂત પ્રશાંત મોતીરામજી ગોમાસે સાથે વિજય બાગુલ, વિજય ભોસલે તેમજ પ્રેમભાઈ ગૌસ્વામી, હિરેનભાઈ પટેલ, હિતેશભાઈ ભંડારી, નીતિન પટેલ, અંકુરભાઈ પટેલ, બીલીમોરા ગૌ સેવકમાં મુકેશભાઈ પટેલ, ગૌ રક્ષક ધોલેરાણા જશોભાભાઈ, દેવસર ગણરાજ ગૃપ તરફથી જયેશભાઈ, રાહુલભાઈ અને બીલીમોરા શહેરનાં નાગરિકો રેલીમાં જોડાયા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં રેલીનું સમાપન થયું હતું. ગંગા માતા મંદિર પાસે ગૌ માતાની આરતી કરીને રેલીનો કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.