સમય ક્રાંતિ ન્યૂઝ..
ડાંગ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ વરસી રહ્યો છે. જેન પગલે અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી ધસમસતી બની છે. સાથે જંગલ વિસ્તારમાં આવેલા નાના મોટા જળધોધ પણ પાણીથી ઓવરફ્લો થયેલા જોવા મળી રહ્યા છે.
ગુરુવારે રાત્રીનાં અરસામાં ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સાપુતારા પંથકમાં મધ્યમ વરસાદ પડ્યો હતો. જ્યારે સુબિર પંથકમાં ધબધબાટી બોલાવતા પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં શ્રીકારનાં કારણે કોઝ વે અને સ્લેબ ડ્રેઈન ઓવર ટોપિંગ થતા દસ જેટલા ગ્રામ્ય માર્ગો અવરોધાયા હતા. જેમાં ક્યાંક વૃક્ષ ધરાશાયી થતા તો ક્યાંક રોડ/કોઝ વે ઓવર ટોપિંગ થતા માર્ગો અવરોધાયા હતા. જેથી તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી હતી.
એસ.ટી.બસોને સલામત સ્થળે રોકી દેવામાં આવી
દરમિયાન આહવા-વ્યારા રાજ્ય ધોરી માર્ગ ઉપર તાપી જિલ્લાના હદ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાને કારણે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે, રોડ બંધ કરવામાં આવ્યો હતો. સરૈયા ગામ નજીક વરસાદી પાણી રોડ ઉપર ભરાવાથી સવારની આહવા-વ્યારા-આહવા બન્ને તરફની એસ.ટી.બસોને સલામત સ્થળે રોકી દેવામાં આવી હતી. બસના મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે, વહીવટી તંત્ર દ્વારા વૈક્લપિક વ્યવસ્થાના ભાગરૂપે, અન્ય બસમાં ખસેડવામા આવ્યાં હતા.