સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લામાં ગત દિવસો દરમ્યાન આવેલ ભારે વરસાદને પગલે નદી નાડા માં પૂરની સ્થિતિનું નિર્માણ પામ્યું હતું જેને પગલે ૧૫૭ જેટલા લોકોનું તંત્ર દ્વારા રેસક્યું કરવામાં આવ્યું હતું તો બીજી તરફ નીચાણ વડા વિસ્તારો અને નદી કાંઠે ના ઘરોમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી સહિત નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો જેને લઈ સામાજિક સંસ્થા એવી આદિવાસી યોદ્ધા સેના અને હાર્ટ બીટ ફાઉન્ડેશન ના નેજા હેઠળ મેઘપુર ગામે ચાર જેટલા પરિવારોને મોટું નુકશાન થતાં જરૂરી ઘર વખારીનો સમાન પોહચાડવામાં આવ્યો હતો..
વ્યારા તાલુકાના મેઘપુર ગામે આવેલા ભારે વરસાદને પગલે ચાર જેટલા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઇ પરિવાર ને મોટું નુકશાન થયું હતું જે પરિવારની મુલાકાત લઈ તેમની સમસ્યા સાંભળવામાં આવી હતી અને રાશન પાણી ની તંગી ને લઈ તરત જ સભ્યો દ્વારા પૂરતો રાશન નો સામાન પરિવારને આપી તેમની મદદ કરી હતી જોકે સામાજિક સંસ્થા આદિવાસી યુધ્ધા સેના અને હાર્ટ બીટ ફાઉન્ડેશન દ્વારા આદિવાસી સમાજ ને પડતી મુશ્કેલીને નિવારણ માટે હર હંમેશા ખડે પગે રહી સમાજના પડખે ઊભા રહે છે જે બાબતની વિગત આપતા આદિવાસી યોદ્ધા સેના ના અધ્યક્ષ જયેશભાઈ વસાવાએ તેમની આખી ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો..