સાપુતારા ઘાટમાં ખાનગી બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત તો અન્ય ને ઈજાઓ

સમય ક્રાંતિ ન્યૂઝ..

ડાંગ જિલ્લાથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે સાપુતારા ઘાટ માં ખાનગી કંપની એક બસ 15 ફૂટ નીચે ખીણમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 2 બાળકોના મૃત્યુ થયા છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સાપુતારા ઘાટમાં સુરતની લક્ઝરી બસ ઊંડી ખીણમાં  ખાબકી હતી. 

લક્ઝરી બસમાં 70  જેટલાં પ્રવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. લક્ઝરીના ખીણમાં પડવાની માહિતી મળતાં  સાપુતારા પોલીસ અને 108 ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરુ કર્યું હતું અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.ઘટના સ્થળે સાપુતારા પોલીસ અને 108ની ટીમે બચાવ કાર્ય શરૂ કર્યું છે. લક્ઝરી  ટ્રાવેલ્સની બસ હતી અને સુરત ચોક બજારથી વહેલી સવારે 70 પ્રવાસીઓને લઈને ડાંગના પ્રવાસે બસ ઉપડી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ત્યારે લક્ઝરી બસ ટ્રકને ઓવરટેક કરવા જતાં ખીણમાં ખાબકી હતી. જાણવા મળતી વિગતો મુજબ બસમાં અંદાજે 70 પ્રવાસી સવાર હતા. જેમાંથી સુરતના બે  બાળકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

બસ રવિવારે સવારે સુરત ચોક બજારથી પ્રવાસીઓ સાથે સાપુતારા જવા રવાના થઈ હતી અને ત્યારબાદ પરત સુરત તરફ જતી હતી. રસ્તાની વચ્ચે ઓવરટેક કરતી વખતે બસના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો

રાજ્યના મંત્રી એ વહીવટી વિભાગ સાથે વાતચીત કરી..

રાજ્યના મંત્રી કુંવરજી ભાઈ હળપતિ એ સાપુતારા ઘાટમાં સુરતની લક્ઝરી બસ ખીણમાં પડવાથી સર્જાયેલ દુર્ઘટના સદર્ભે જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર સાથે વાતચીત કરી છે, તેમજ તમામ પ્રકારની વ્યવસ્થા માટે પણ સૂચન કર્યા છે, વહિવટી તંત્ર પણ બચાવ કામગીરી માટે સક્રિય છે.

Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી