સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા શહેર ના ખ્યાતનામ તબીબ ડો શૈલેન્દ્ર ગામીત વિરૂદ્ધ તેમની હોસ્પિટલમાં અગાઉ ફરજ બજાવતી બે મહિલા કર્મચારીઓ દ્વારા દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ અપાયા બાદ લંપટ તબીબ ભૂગર્ભ માં છે.હાલ ક્યાં છે એતો એમને જ ખબર પણ આખા પ્રકરણમાં રીતેશ નામના વ્યક્તિનો ઉલ્લેખ લંપટ તબીબ શૈલેન્દ્ર ગામીત દ્વારા ભોગ બનનાર સાથે કરાયેલ શોશિયલ મીડિયાની ચેટ થકી બહાર આવ્યું છે.ત્યારે કોણ છે રીતેશ નામનો વ્યક્તિ એ જાણવા માટે સમય ક્રાંતિ દ્વારા પ્રયાસ કરાયો હતો.
જોકે હાલ રીતેશ નામનો વ્યક્તિ કોણ છે એ જાણવા મળ્યું નથી પરંતુ રીતેશ નામના વ્યક્તિ સાથે તબીબ શૈલેન્દ્ર ગામીત દ્વારા ભોગ બનનાર મહિલાને સંભોગ કરવા માટે કેહવામાં આવ્યું હતું.ત્યારે રીતેશ નામનો વ્યક્તિ ખુલી ને બહાર આવશે કે નહીં ??? જો પોલીસ દ્વારા શૈલેન્દ્ર ગામીત ની કોલ ડિટેલ કઢાવવામાં આવે તો રીતેશ કોણ છે અને શૈલેન્દ્ર ગામીત તેના સંપર્ક માં હતો કે નહિ એ વિગત બહાર આવે એવી શક્યતાઓ સેવાઇ રહી છે.ત્યારે રીતેશ નામનો વ્યક્તિ તેનો અંગત મિત્ર હોવાનું હાલ ચેટ પરથી લાગી રહ્યું છે.ત્યારે શૈલેન્દ્ર ગામીત દ્વારા અગાઉ કોઈ મહિલા સાથે આવું કૃત્ય કરવામાં આવ્યું તો નથી ને ??? રીતેશ નામના વ્યક્તિ સાથે અન્ય મહિલાને ધાકધમકી આપી શારીરિક સબંધ તો બાંધવામાં આવ્યા નથી ને ??? ડો શૈલેન્દ્ર ગામીત ગામીત દ્વારા અગાઉ કોઈ મહિલા સાથે આવું કૃત્ય કરવામાં આવ્યું તો નથી ને ??? એવા સવાલો હાલ ઉઠવા પામ્યા છે.ત્યારે પોલીસ લંપટ તબીબ ને વહેલી તકે ઝડપી કાર્યવાહી કરે એવી માંગ ઉઠવા પામી છે.