લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમજ વલસાડ બેઠક પર અનંત પટેલને ટિકિટ અપાશે તેવા સંકેતો

સમય ક્રાંતિ ન્યૂઝ..

આજે કોંગ્રેસ પક્ષની 39 બેઠકની પેહેલી યાદી બહાર પાડી છે છે ત્યારે હવે લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસની કવાયત શરૂ થઈ ચૂકી છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમજ વલસાડ બેઠક પર અનંત પટેલને ટિકિટ અપાશે તેવા સંકેત મળી રહ્યાં છે.

કારણકે આ બંને નેતાઓને તૈયારીઓ કરવા માટે જાણ કરવામાં આવી છે હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. તો અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભરત મકવાણાને ટિકિટ મળે તેવી શક્યતા છે. હાલતો પક્ષ તરફથી સૂચના મળતા ગેનીબેન ઠાકોર અને અનંત પટેલે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

જોકે ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાંથી પસાર થઈ ગયા બાદ ઉમેદવારો અંગે જાહેરાત કરવામાં આવશે.લોકસભા બેઠકો પર કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે.  અત્રે જણાવીએ કે, લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્વ ધારાસભ્યોને મેદાને ઉતારી શકે છે.   જેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભરત મકવાણાની ચર્ચા ચાલી રહી છે. જ્યારે અમદાવાદ પૂર્વ બેઠક પર રોહન ગુપ્તાનું નામ તો બનાસકાંઠા બેઠક માટે ગેનીબેન ઠાકોર કોંગ્રેસની પહેલી પસંદ બની શકે છે.  પાટણ બેઠક માટે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ટિકિટ મળી શકે છે.  મહેસાણા બેઠક પર પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની પસંદગી થઈ શકે છે. 

Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી