મુખ્ય પ્રબંધક,નાબાર્ડઃ શ્રી બી.કે.સિંઘલ
ડોલવણ તાલુકામાં લોકોના આર્થિક ઉત્કર્ષ માટે રૂા.૩ કરોડની નાણાંકીય મદદથી વાડી પ્રોજેક્ટ શરૂ કરાયો
સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા ખાતે રાષ્ટ્રિય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક,નાબાર્ડ નું આગમન થતા બેંકો તેમજ તાપી જિલ્લાના લોકો માટે ખુશીના સમાચાર છે. છેવાડાના માનવીઓ સુધી સરકારશ્રીની યોજનાઓ પહોંચે અને તમામ ક્ષેત્રોનો સમતોલ વિકાસ થાય એવા મિશન સાથે નાબાર્ડ કામગીરી કરે છે. તા.૨/૮/૨૦૨૪ ના રોજ નાબાર્ડના મુખ્ય પ્રબંધક શ્રી બી.કે.સિંઘલ,નિવાસી અધિક કલેકટર શ્રી આર.આર.બોરડ,રીજ્યોનલ મેનેજર શ્રીઓ શ્રી આદર્શ કુમાર-BOB, વી.એમ.બોરડીઆ-BGGB, સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં નાબાર્ડની કચેરી,904,રોયલ લકઝિુરીયા,તળાવ રોડ,વ્યારા ખાતે RCO (રેસીડેન્સ-કમ-ઓફિસ)નો શુભારંભ કરાયો હતો.
ચીફ જનરલ મેનેજરશ્રી બી.કે.સિંઘલે તમામ બેંકોને સંબોધતા જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં લોકો ખૂબ પ્રમાણિક છે. કોઈ પણ કાર્યની શરૂઆત ધ્યેય સાથે થાય છે. અહીં વહીવટી તંત્રએ ખૂબ સારૂ કામ કર્યું છે. પૂર્વ કલેકટર ભાર્ગવી દવેએ તાપી જિલ્લામાં નાબાર્ડની ઓફિસ શરૂ થાય એવા પ્રયાસો હાથ ધર્યા હતા.તાપીમાં ૯૦ ટકા ગ્રામીણ વસ્તી છે. એસ્પિરેશન બ્લોક્સ નિઝર અને કુકરમુંડા વિસ્તારમાં વિકાસ માટે નાબાર્ડનું હોવું ખૂબ જરૂરી છે. આપણે સૌ એકબીજાના પૂરક છીએ અને ખભે ખભા મીલાવીને કામ કરવાનું છું.પ્લાનિંગમાં મોટો હિસ્સો નાબાર્ડનો છે જેના અમલીકરણ લીડ બેંક મેનેજર હોય છે. બેંકર્સ લોકોના પૈસાના રખેવાળ છે. જેથી હકારત્મક અભિગમ સાથે આપણે આપવું એ સામાજીક દાયિત્વ છે. સતત મોનીટરીંગ કરી જે પેરામીટર નીચા હોય તેની અચૂક મુલાકાત લેવી વર્ષ ૨૦૧૪ માં ૫૦ ટકા સિધ્ધિ હતી જે ૨૦૨૪માં ૩૯ ટકા નીચુ કેમ ગયું એનાલીસીસ કરવુ જરૂરી છે.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ટ્રાઈબલ ડેવલોપમેન્ટ હેઠળ રૂા.૩ કરોડનો વાડી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. FPO (ફાર્મ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન) શરૂ કરવી, ૧૨૦ માઈક્રો ATM શરૂ કરવામાં આવ્યા છે. સુ.ડિ.કો.ઓ.બેંકને ફરતી મોબાઈલવાન આપવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં PM કિસાન યોજનામાં ૪૫ લાખ લાભાર્થીઓ છે પરંતુ ૨૭ લાખ KCC છે.અહીંની અતિપછાત (PVTGs) કોટવાડિયા,કાથુડી અને કોલઘા જાતિ છે. તેઓના ઉત્કર્ષ માટે સરકારે ચિંતા વ્યક્ત કરી છે. PM કિસાન યોજનામાં સો ટકા સિધ્ધિ પ્રપ્ત થાય એવો પ્રયાસ કરવાનો છે. એનીમલ હસબન્ડ્રી અને ફિશરીઝ એકટીવીટીમાં ઘણું કામ થઈ શકે છે. લોકો જાગૃત થાય, સમયસર લોન ભરપઈ કરે એ માટે કેમ્પો કરવા શ્રી સિંઘલે અનુરોધ કર્યો હતો.
ઉત્કર્ષ દેશમુખ DDM તાપીએ સૌને આવકારતા કહયું હતું કે જે ક્ષેત્રમાં ખામી હશે એમાં અમે સંયુક્ત રીતે RBI વિઝિટ કરશું અને તાપી જિલ્લાના સમતોલ વિકાસ માટે કટીબધ્ધતા વ્યક્ત કરૂં છું. આ પ્રસંગે સુડીકો બેંક AGM અજય જોશી,RSETI ડાયરેકટર શ્રી કિરણ સત્પૂતે,લીડ બેંક મેનેજરશ્રી રસિક જેઠવા, બેંકર્સ ,વિવિધ એનજીઓ ઉપસ્થિત રહ્યા હતા.