સમય ક્રાંતિ ન્યૂઝ..
સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે જેના કારણે ડેમમાં નદી નાળાઓ જળાશયોમાં વરસાદી પાણીની આવક વધતાં કેટલાય રાજ્યો અને શહેરો, ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર બન્યા છે જેની સીધી અસર ખેતી પાકો, સહિત શાકભાજી પર પડી છે. ખાસ કરીને લીલા શાકભાજી સહિત કેટલાક પાકોને નુકશાન થયું છે જેના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થયો હોવાથી લીલાં શાકભાજી દુર્લભ બન્યા છે સાથે જ મોંઘા બન્યા છે.એક તરફ મોંઘવારીનો માર વેઠી રહેલી પ્રજા પર પડતાં પર પાટું સમાન શાકભાજીના દિનપ્રતિદિન વધતા ભાવોને કારણે જે લોકો એકાદ કિલો શાકભાજી ખરીદતા હતા તેઓ હવે પાંચસો ગ્રામ અને અઢીસો ગ્રામ શાકભાજી ખરીદતાં જોવા મળી રહ્યાં છે
એક તરફ લોકોની મર્યાદિત આવક છે બીજી તરફ શાકભાજી મોંઘી થઇ ગઇ છે ત્યારે આવી પરિસ્થિતિમાં માણસને બે છેડા ભેગાં કરવા પણ અસહ્ય થઇ ગયાં છે.અનેક રાજ્યોમાં શહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જતાં ખેતરમાં વરસાદી પાણી ને કારણે લીલાં શાકભાજી ખરાબ થઇ ગયા છે. બીજી તરફ બહારથી આવતા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. અન્ય રાજ્યોમાંથી ટ્રાન્સપોર્ટેશ દ્વારા આવતા શાકભાજી હવે વરસાદને કારણે ટ્રકો કે અન્ય વાહનોમાં આવતા નથી કારણ કે વરસાદમાં જોખમ લેવા ટ્રાન્સપોર્ટરો જોખમ ખેડવા તૈયાર નથી બીજી તરફ એપીએમસી ના વેપારીઓ પણ માલ ખરાબ થઇ જવાની બીકે તેમજ ટ્રાન્સપોર્ટેશન મોઘું થઇ જતાં શાકભાજી મંગાવી નથી રહ્યાં જેના પગલે લીલાં શાકભાજી સહિત અન્ય શાકભાજી પણ મોંઘા બન્યા છે. છેલ્લા બે દિવસથી શાકભાજીના ભાવો 35% જેટલો વધારો જોવા મળી રહ્યો છે.