સમય ક્રાંતિ ન્યૂઝ..
ઓલિમ્પિકમાં ભારતે ચોથો મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવ્યું હતું. ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે બે ગોલ કર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત સિંહે 33મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. તેણે 30મી મિનિટે પેનલ્ટી પણ ફટકારી હતી. હાફ ટાઈમ સુધી સ્કોર 1-1ની બરાબરી પર રહ્યો હતો. સ્પેન માટે એકમાત્ર ગોલ માર્ક મિરાલેસ પોર્ટિલોએ 18મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક પર કર્યો હતો. આ સાથે ભારતે સતત બીજી વાર હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકના ઈતિહાસમાં 13મો મેડલ જીત્યો છે.
ભારતીય પુરુષ હોકી ટીમે સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે બે ગોલ કરીને ભારતને સ્પેન સામે લીડ અપાવી હતી જે અંતમાં નિર્ણાયક સાબિત થઈ હતી. ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને હવે સતત બીજી વખત ટીમ પોડિયમ પર સ્થાન મેળવવામાં સફળ રહી છે. ભારતના અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી અને ટીમે આ દિગ્ગજ ખેલાડીને શાનદાર વિદાય આપી છે. ભારતની દિવાલ તરીકે ઓળખાતો શ્રીજેશ ટોક્યો અને પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી ટીમનો ભાગ છે. આ રીતે ભારતે ઓલિમ્પિકમાં હોકી ઈવેન્ટમાં તેનો 13મો મેડલ જીત્યો.