સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ગાંઠનું સફળ ઓપરેશન થયું હતું.જેમાં ઉચ્છલ તાલુકાના 41 વર્ષીય મહિલા દીનુબેન ગામીતને શારીરિક સમસ્યા થતાં હોસ્પિટલના તબીબ દ્વારા ગાંઠનું નિદાન કરવામાં આવ્યું હતું.બાદમાં સફળ ઓપરેશન કરવામાં આવતા સરકારી તબીબ દ્વારા માહિતી આપવામાં આવી હતી.જે માહિતી 5 કલાકની આસપાસ મળી હતી.
ઉચ્ચછલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફરી એકવાર સફળ ઓપરેશન.દીનુબેન ચંપકભાઈ ગામીત ૪૧ વર્ષીય મહિલા રહે. નારાયણપુર, તા.ઉચ્છલ જી.તાપી છેલ્લા ઘણા સમયથી માસિક ની તકલીફ તથા પેશાબ રોકાઈ જવાની બીમારીથી પીડાતી હતી. જેના કારણે લોહી ઓછું થઇ જવું તથા પેશાબ રોકાઈ જતા વારંવાર હોસ્પિટલ માં દાખલ થવું પડતું અને છેલ્લા ૨૦ દિવસ ઉપરાંતથી તો મહિલાને પેશાબ માટે નળી નાખીને રાખવામાં આવી હતી. મહિલાની સોનોગ્રાફીની તપાસમાં માસિક ના માર્ગમાં અને ગર્ભાશયમાં થી બહાર આવતી ૧૦ સેન્ટીમીટર જેટલી મોટી ગાંઠ હોય જેના કારણે આ બધી તકલીફ હોવાનું માલુમ પડ્યું હતું. જેનું અત્રેની સબ ડીસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગમાં ડો. અમિત બી. ભાટિયા તથા અન્ય સ્ટાફ દ્વારા સફળતા પૂર્વક ઓપરેશન કરી દર્દીને તકલીફ માંથી રાહત અપવવામાં આવી હતી.વધુમાં જણાવવાનું કે અહીંની સબ ડીસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઉચ્છલ ખાતે સ્ત્રી રોગ નિષ્ણાત ની નિમણુક બાદ છેલ્લા ૧ ૧/૨ માસના સમયગાળામાં ૨૫ જેટલા સીજેરિયન ઓપરેશન તથા બીજા પણ ઘણા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે જેનો સીધો લાભ અહીંની સ્થાનિક જનતા તથા આજુબાજુના વિસ્તારના લોકોને મળી રહ્યો છે.