સમય ક્રાંતિ ન્યૂઝ..
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હતું. હવામાન વિભાગે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસેલા વરસાદના આંકડા જાહેર કર્યા હતા. હવામાન વિભાગના મતે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે
મળતી જાણકારી અનુસાર, છેલ્લા 24 કલાકમાં બોટાદ તાલુકા બે ઈંચ, સુરેન્દ્રનગરના દસાડામાં પોણા બે ઈંચ, મોરબીના ટંકારામાં સવા ઈંચ, છોટા ઉદેપુરના બોડેલીમાં અડધો ઈંચ, લીલીયા, પાટણ વેરાવળમાં અડધો ઈંચ , માળીયા હાટીનામાં અડધો ઈંચ, ભાણવડમાં અડધો ઈંચ, કુકાવાવ, ખાંભામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 25.46 ટકા વરસાદ વરસ્યો હતો. તે સિવાય સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 35.44 ટકા વરસાદ નોંધાયો હતો. કચ્છમાં સીઝનનો અત્યાર સુધીમાં 34.87 ટકા વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 27.25 ટકા વરસાદ વરસ્યો હતો. મધ્ય ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 16.39 ટકા વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 17.78 ટકા વરસાદ વરસ્યો હતો