સમય ક્રાંતિ ન્યૂઝ..
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો ખેલાયો હતો. જેમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતની ટીમે 19.1 ઓવરમાં ટાર્ગેટ પાર પાડીને હોમ ગ્રાઉન્ડમાં સતત બીજી મેચ જીતી છે.
સાંઈ સુદર્શને સૌથી વધુ 45 રન બનાવ્યા હતા
હૈદરાબાદે આપેલા 163 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત ઠીકઠાક રહી હતી. શુભમન અને સાહાએ પ્રથમ વિકેટ માટે 36 રનની ભાગીદારી કરી હતી. સાહા 25 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ગિલ 36 રન બનાવીને માર્કંડેનો શિકાર બન્યો હતો. જોકે, સાંઈ સુદર્શન ફિફ્ટી ચૂકી ગયો હતો. સુદર્શને 46 રન બનાવ્યા હતા. જ્યારે મિલરે અણનમ 44 રન ફટકાર્યા હતા.
મોહિત શર્માની દમદાર બોલિંગ
ગત મેચમાં મુંબઈ સામે આઈપીએલના ઈતિહાસનો સૌથી હાઈએસ્ટ સ્કોર બનાવનાર ગુજરાત ટીમ સામે 162 રન જ બનાવી શકી હતી. ટ્રેવિસ હેડ 19, અભિષેક શર્મા 29 હેનરિક ક્લાસેન 24 રન બનાવ્યા હતા. જ્યારે મોહિત શર્માએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 25 રન આપીને ત્રણ વિકેટ ખેરવી હતી.