સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ ટીમના ટોટલનો રેકોર્ડ તોડતાં કાવ્યા મારન ઉત્સાહિત થઈ ચૂકી હતી. જોકે આ બાદ તેમની પ્રતિક્રિયા સામે આવી હતી. મુંબઈના માલિક અંબાણીની પણ પ્રતિક્રિયા વાયરલ થઈ હતી પરંતુ કાવ્યાએ એવું કર્યું કે કેમેરો સીધો તેમના તરફ ગયો.
સનરાઈઝર્સ હૈદરાબાદે IPL ઈતિહાસમાં સર્વોચ્ચ સ્કોરનો નવો રેકોર્ડ બનાવ્યો હતો કારણ કે તેણે 2013માં પુણે વોરિયર્સ ઈન્ડિયા સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા બનાવેલા 263 રનના સ્કોરને વટાવી દીધો હતો. જોકે ટીમના માલિકે આ ક્ષણની ભરપૂર ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી.