સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા શહેરના ખ્યાતનામ હોસ્પિટલના મુખ્ય તબીબ ડો શૈલેન્દ્ર ગામીત વિરૂદ્ધ હોસ્પિટલમાં ફરજ બજાવી ચૂકેલ બે મહિલા કર્મચારીઓ દ્વારા દુષ્કર્મ અને છેડતીની અરજી વ્યારા પોલીસ મથકમાં આપ્યા બાદ નામદાર કોર્ટ દ્વારા તબીબ શૈલેન્દ્ર ગામીત વિરૂદ્ધ ગુનો દાખલ કરવાનો હુકમ કરાયો હતો.ત્યાર બાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.જોકે મહિલાઓ દ્વારા અપાયેલ અરજી બાદ ખુલ્લેઆમ ફરતા લંપટ તબીબ ફરિયાદ દાખલ થયા બાદ ફરાર થવામાં સફળ રહ્યા હતા.ત્યારે તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો જેઓ બે ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં મેહનત કરી રહ્યા છે એ સારી બાબત છે.
પરંતુ મહિલાઓ સાથે દુષ્કર્મ અને છેડતી કર્યા બાદ ફરાર થયેલ લંપટ તબીબ શૈલેન્દ્ર ગામીત ને કેમ પોલીસ અથવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પકડી નથી શકતી એ ચર્ચા એ પણ જોર પકડ્યું છે.ખેર ચર્ચા તો એવી પણ છે કે મહારાષ્ટ્રની હદ માંથી નીકળતી ગાડીઓના બુટલેગર માટે ચાદર બિછાવી રાખી તેઓને બાતમીના આધારે પકડી પાડતી પોલીસ લંપટ તબીબ ને કેમ ઝડપી પાડવામાં કેમ વામણી પુરવાર થઈ છે એવા સવાલ ઉઠવા પામ્યા છે. ત્યારે ડો શૈલેન્દ્ર ગામીત દ્વારા ભોગ બનનાર મહિલાઓ સાથે મેસેજ કરાયો હતો. એમાં રીતેશ નામના વ્યક્તિનું નામ લેવામાં આવ્યું હતું.ત્યારે એની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી કે નહિ ?? શું રીતેશ નામના વ્યક્તિ સાથે ફરાર તબીબ સંપર્ક માં છે કે નથી ??? રીતેશ નામનો ઇસમ પણ તબીબના વ્યવસાય સાથે સંકળાયેલ છે કે અન્ય કોઈ વ્યવસાય સાથે ?? એવા સવાલ હાલ લોકોના માનસપટલ પર ઉદભવી રહ્યા છે.ત્યારે તાપી જિલ્લા એલસીબી અથવા વ્યારા પોલીસ જો મહિલાઓ પ્રત્યે ગંદી માનસિકતા ધરાવતા લંપટ તબીબ ને ઝડપી નહિ શકતી હોઈ તો ખરેખર આપણા સમાજ માટે ખતરા ની ઘંટી સમાન વાત કહી શકાઈ….વધુ વિગત માટે વાંચતા રહો સમય ક્રાંતિ ન્યુઝ …