સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લામાં તાલુકા કક્ષાએ કાર્યરત જનસેવા/ઈ-ધરા કેન્દ્રો ખાતે હાલમાં આવકના દાખલાઓ, જાતિના દાખલાઓ, રેશન કાર્ડમાં નામ ઉમેરવાની તથા નામ કમી કરવાની અરજીઓ, અન્ય સરકારશ્રીની યોજનાઓના ફોર્મ તથા ૭/૧૨ની નકલો, ૮-અ ની નકલો કઢાવવા માટે અરજદારોનો ઘસારો વધુ જણાતો
હોવાથી તેને નિવારવા તેમજ અરજદારશ્રીઓને કોઇ અગવડ ન પડે તે માટે તથા હિટવેવની પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને અરજદારોનો ઘસારો ઓછો ન થાય ત્યાં સુધી તાલુકાના જનસેવા કેન્દ્રો સવારે ૦૯:૦૦ કલાકથી સાંજે ૦૭:૦૦ કલાક સુધી ચાલુ રાખવામાં આવેલ છે. એમ અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર.બોરડની અખબારી યાદીમાં જણાવાયું છે.