સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા પોલીસની રહેમ નજર હેઠળ જિલ્લામાં ફરી બૂટલેગરો લાઈન ચલાવી રહ્યા હોઈ એમ સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી આપી હોવાની ખુનન્સ સાથે લુખ્ખા તત્વોએ હાલમાં એક ગામમાં આતંક મચાવ્યો હતો.જોકે ગ્રામજનોએ ત્રણ જેટલા લુખ્ખા તત્વોને ઝડપી પાડી ભરપૂર મેથીપાક આપ્યો હતો.સમગ્ર મામલે કોઇ ફરિયાદ દાખલ નહિ થતાં પોલીસે કાર્યવાહી નથી કરી પરંતુ સમાધાનની ભૂમિકા પણ પોલીસે નિભાવી હોવાની ચર્ચા ચાલી રહી છે.
સમગ્ર ચર્ચા વચ્ચે બૂટલેગરો પોતાની લાઈન ચલાવી રહ્યા છે,ત્યારે પોલીસ અધિકારી અને કર્મચારીઓ ની પરમિશન વગર કોઈની તાકાત નથી કે ગુજરાતમાં દારૂ ઘુસાડી શકે,ખેર એ બધા વચ્ચે કેટલાક બૂટલેગરો ફરી સક્રિય થયા છે.જેમાં વ્યારા તાલુકાના ટિચકપૂરા ગામનો જૂનો જોગી અને સોનગઢ શહેર ખાતેથી લાઈન ચલાવતા બે બૂટલેગરો પોલીસની રહેમ નજર હેઠળ ગામમાં દારૂ ઠાલવી રહ્યા હોઈ ત્યારે માની લીધું કે જેની જાણ કદાચ એસપી ને નહિ હોઈ પરંતુ પોલીસ વહીવટદારો ને તો ખબર જ હોઈ શકે જોકે જયેશ રાઠોડ ને પરમિશન કોણે આપી એ તપાસ કરવાનું તો દૂર રહ્યું પરંતુ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગૌરેયા ખાતે કરાયેલ રેડ માં દીપેશ રાઠોડ ને ઝડપી લઇ વાહવાહી મેળવી છે.જે પ્રકરણમાં જયેશ રાઠોડ પણ સામેલ હતો. ત્યારે સવાલ એ થાય કે જો smc રેડ કરી ને જતી હોઈ જેમાં જયેશ રાઠોડ નામનો બુટલેગર સામેલ હોઈ તો તેને પરમિશન કોણે આપી એ સવાલ ઉઠી રહ્યો છે.વધુ વિગત માટે વાંચતા રહો સમય ક્રાંતિ ન્યુઝ ….