સમય ક્રાંતિ ન્યૂઝ..
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુરના છુટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. રેડ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવતુ હોય છે જ્યાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ વરસવાની શક્યતા હોય છે.
ગાંધીનગર સહિત તાપીમાં ભારે વરસાદની આગાહી..
ભારે વરસાદ વરસી શકે તેવા જિલ્લાની વાત કરીએ તો સૌરાષ્ટ્રના રાજકોટ અને ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની સાથે ખેડા અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. આ તમામ જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.યલો એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે. જ્યાં અઢીથી સાડા ચાર ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.