સમય ક્રાંતિ ન્યૂઝ..
કેરળના (Kerala) વાયનાડમાં ભારે વરસાદના કારણે મળસ્કે ભૂસ્ખલન થયું હતું. તેમજ ભૂસ્ખલનને (Landslide) કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે, ત્યારે લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન (Rescue operation) ચાલી રહ્યું છે. તેમજ આ ભૂસ્ખલનમાં બે બાળકો સહિત 10 લોકોના મોત થયા હોવાના પણ અહેવાલ સાંપડ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ કેરળના વાયનાડમાં વરસાદને કારણે મોટી દુર્ઘટના સર્જાઇ હતી. અહીં ભૂસ્ખલનને કારણે અહીં 100થી વધુ લોકો ફસાઇ ગયા હતા. ત્યારે પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી મુજબ મંગળવારે સવારે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. આ પછી સવારે 4.10 કલાકે વધુ એક ભૂસ્ખલન થયું હતું. આમ ઉપરાછાપરી ત્રણ ભૂસ્ખલનને કારણે અનેક લોકો કાટમાળમાં ફસાઇ ગયા હતા. આ સાથે જ 10 લોકોના મોતની માહિતી પણ સામે આવી હતી. ત્યારે કાટમાળ નીચે ફસાયેલા લોકો માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને વાયુસેનાના બે હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.