સમય ક્રાંતિ ન્યૂઝ..
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,તાપી દ્વારા સંચાલીત તાલુકાકક્ષા યુવા ઉત્સવ ૨૦૨૪-૨૫ ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૯ ઓગષ્ટ, ૨૦૨૪ છે.
આ સ્પર્ધામાં ૧૫ થી ઉપર અને ૨૦ વર્ષ સુધીના વિભાગ-અ (૩૧/૧૨/૨૦૦૪ થી ૩૧/૧૨/૨૦૦૯ વચ્ચે જન્મેલા), ૨૦ વર્ષથી ઉપર અને ૨૯ વર્ષ સુધીના વિભાગ-બ (૩૧/૧૨/૧૯૯૫ થી ૩૧/૧૨/૨૦૦૪ વચ્ચે જન્મેલા) તથા ૧૫ વર્ષ થી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના “ખુલ્લો” વિભાગમાં (૩૧/૧૨/૧૯૯૫ થી ૩૧/૧૨/૨૦૦૯ વચ્ચે જન્મેલા) ભાગ લઇ શકશે. (ઉંમર વય મર્યાદા ૩૧/૧૨/૨૦૨૪ ગણવી)
આ સ્પર્ધામાં અ,બ તેમજ ખુલ્લો એમ ત્રણ વ્યજુથના વિભાગમાં યોજાનાર છે. જેમાં વક્તૃત્વ, નિબંધ, ચિત્રકલા, હળવુ કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એકપાત્રીય અભિનય કુલ-૬ કૃતિઓ “અ” અને “બ” એમ બન્ને વિભાગમાં યોજાશે. જ્યારે પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દુહા-છંદ-ચોપાઇ, લગ્નગીત કુલ-૫ કૃતિઓ ફક્ત “બ” વિભાગમાં યોજાશે અને લોકવાર્તા, સર્જનાત્મક કારીગીરી, ભજન, સમૂહગીત, સ્ટોરી રાઈટીંગ, પોસ્ટર મેકિંગ, ડિક્લેમેશન, ફોટોગ્રાફી કુલ-૮ ફક્ત ખુલ્લા વિભાગમાં યોજવામાં આવશે.
વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન રાષ્ટ્રકક્ષા યુવા ઉત્સવમાં દાખલ કરવામાં આવેલ કૃતિઓ (અ) લાઈફ સ્કિલ વિભાગમાં (૧) સ્ટોરી રાઈટીંગ (૨) પોસ્ટર મેકિંગ (૩) ડિક્લેમેશન અને (૪) ફોટોગ્રાફી તાલુકા કક્ષાએથી યોજવામાં આવશે. અને (બ) યુવાક્રિતી વિભાગમાં (૧) હેંડી ક્રાફટ (૨) ટેક્ષટાઈલ્સ (૩) એગ્રો પ્રોડકટના પ્રદર્શન સીધી પ્રદેશ કક્ષાએ યોજવામાં આવનાર હોય ઉક્ત વિભાગની ત્રણ કૃતિઓની અરજીઓ અત્રેની કચેરી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નં. ૬, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા, જિ.તાપી ખાતે મોકલી આપવાના રહેશે.
સ્પર્ધાના તાલુકા કન્વિનરો
વ્યારાઃ વિદ્યા ગુર્જરી માધ્યમિક શાળા, પનિયારી, વ્યારા , જયભાઈ વ્યાસ, ૯૮૭૯૬૭૪૮૬૬, ૨૩/૦૮/૨૦૨૪
સોનગઢઃ સાર્વજનિક હાઇસ્કુલ સોનગઢ, આશિષભાઇ ગામીત, ૯૮૯૮૮૨૭૩૪૯, ૧૩/૦૮/૨૦૨૪, વાલોડઃ માનવ મંદિર ઉ.બુ. વિદ્યાલય, વિરપોર, વાલોડ, સચિનભાઈ ભાટીયા, ૯૨૨૮૩૧૧૫૦૧, ૨૧/૦૮/૨૦૨૩, ડોલવણઃ નવસર્જન ઉ.બુ. વિદ્યાલય ઉમરવાવદુર, ડોલવણ, અજયભાઇ સી. ગામીત, ૯૮૨૫૪૩૨૫૨૫, ૨૨/૦૮/૨૦૨૪
ઉચ્છલઃ સાર્વજનિક હાઇસ્કુલ ઉચ્છલ, દિપકભાઇ કેપ્ટન, ૯૪૨૭૧૭૭૧૮૯, ૧૩/૦૮/૨૦૨૪
નિઝરઃ મોડેલ સ્કુલ નિઝર, ગુલસીંગભાઇ ચૌધરી, ૯૫૮૬૩૯૩૦૩૫, ૧૬/૦૮/૨૦૨૪
કુકરમુંડાઃ સરસ્વતી વિદ્યાલય કુકરમુંડા, જયેશભાઇ શાહ, ૭૬૯૮૧૭૦૦૭૪, ૨૧/૦૮/૨૦૨૪
જિલ્લાકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધાના કન્વીનરશ્રીઓ
તાપીઃ માં શિવદૂતી સાયન્સ સ્કૂલ, વ્યારા, પિયુષભાઈ ભારતી, ૯૯૭૯૩૪૫૬૪૫, ૩૧/૦૮/૨૦૨૪
યુવા મહોત્સવ અંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી,વ્યારા-તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.