સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે સ્ટેશન રોડ નજીકથી સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા કરાયેલ રેડમાં સોનગઢ પોલીસ મથકમાં વોન્ટેડ આરોપી
સતીશ ચૌધરી રહે,જૂના રતનીયા નાઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 12 કલાકની આસપાસ આપવામાં આવી હતી.
ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર નોકરી એલ.સી.બી. તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે વ્યારા સ્ટેશન રોડ ઉપર આવેલ શાકભાજી માર્કેટ(માર્કેટ યાર્ડ) ખાતેથી સોનગઢ પો.સ્ટે મા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનામા સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- સતીષભાઇ ભીખાભાઇ ચૌધરી ઉ.વ.૪૭ રહે.જુના રતનીયા નાની આંબલી ફળીયુ તા.માંડવી જી.સુરતને આજે તા.૧૯/૦૬/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.