સોનગઢ તાલુકાના રાણીઆંબા ગામે એલસીબી પોલીસે રેડ કરી એક આરોપીને 27 હજારના દારૂ સાથે ઝડપી લીધો.

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે સોનગઢ તાલુકાના રાણીઆંબા ગામે રેડ કરી આરોપી અજય સુમન ગામીતને ઝડપી લઇ કુલ 27 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 9 વાગ્યાની આસપાસ અપાઈ હતી.

ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. ગુના અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઈને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, “રાણીઆંબા ગામે ટાંકી ફળીયામા રહેતો અજય ગામીત નાનો પાણીની ટાંકી પાસે આવેલ એક કાચા છાપરામા વિદેશી દારૂનુ વેચાણ કરે છે” જે બાતમી આધારે પો.સ.ઈ.શ્રી જે.બી. આહિર તથા એલ.સી.બી./ પેરોલ-ફલોં સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે બાતમી હકિકત વાળી જગ્યા રાણીઆંબા ગામે ટાંકી ફળીયામા આરોપીના કાચા છપારામા તથા તેની આજુબાજુમા તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા. આરોપી- અજય સુમનભાઈ ગામીત રહે-રાણીઆંબા ટાંકી ફળીયુ તા.સોનગઢ જી.તાપી વગર પાસપરમીટે પોતાના કબ્જામા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બાટલી નંગ-૪૧૧ જેની કુલ કિં.રૂ! ૨૭,૧૦૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક (૧) આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
વસો પોલીસની વાન પલ્ટી ખાઇ ગઇ પણ પલ્ટી ખાઈ કેવી રીતે ગઈ ?

સમય ક્રાંતિ ન્યૂઝ.. વસો પોલીસ મથકની એક ગાડી માતર પોલીસની હદમાં આવતા માતરથી અલિન્દ્રા તરફના એક રોડ પર પલટી ગઈ. Read more

બજેટ 2024: 7.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, મોબાઈલ સોનું ચાંદી સસ્તા થશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ Read more

ભારે વરસાદને પગલે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઇ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે આજે જિલ્લા કલેકટરે દ્વારા જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી Read more

ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી