સમય ક્રાંતિ ન્યૂઝ..
લોકસભા ચૂંટણી 2024 / પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધી 77.57% મતદાન નોંધાયું છે, જે આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં થયેલા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધુ મતદાન છે.
આજે લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 1600થી વધુ ઉમેદવાર મેદાને છે. આ તબક્કામાં 9 કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલનું ભાગ્ય EVMમાં કેદ થયું છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું છે.