સમય ક્રાંતિ ન્યૂઝ..
ગુજરાત રાજ્યના ભાજપમાં લોકસભા ચૂંટણી પહેલા ભરતી મેળો ચાલુ હોય તેમ એક પછી એક કદાવર નેતા ભાજપમાં જોડાય રહ્યા છે ત્યારે આજે BTPના પ્રમુખ મહેશ વસાવા, પાલનપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ સહિતના નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના હસ્તે આ નેતાઓએ કેસરિયો ખેસ પહેર્યો હતો.
મહેશ વસાવા અનેક કાર્યકરો સાથે ભાજપમાં સામેલ થયા અને ભાજપના વખાણ કર્યા..
BTPના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના હસ્તે ભાજપમાં સામેલ થયા હતા. મહેશ વસાવાની સાથે અનેક કાર્યકરોએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો અને ભાજપના વખાણ કર્યા હતા 10 વર્ષમાં વિકાસની ગતીતેજ થઈ જે કામ કોંગ્રસના કરી શકી તે ભાજપે કરી બતાવ્યું.
પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ ભાજપમાં સામેલ
ગુજરાત કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. પાલનપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ ભાજપમાં સામેલ થયા છે. મહેશ પટેલ પાલનપુરમાં બે વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. 2022 વિધાનસભા ચૂંટણીમાં મહેશ પટેલ ચૂંટણી હારી ગયા હતા.
કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય, વિવિધ પક્ષમાથી ચૂંટણી લડેલા ઉમેદવાર તેમજ સામાજીક અને સહકારી ક્ષેત્રના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમા જોડાયા હતા. બીટીપીના પુર્વ અધ્યક્ષ અને પુર્વ ધારાસભ્ય મહેશ વસાવા, કોંગ્રેસના પાલનપુરના પુર્વ ધારાસભ્ય મહેશ પટેલ, ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરેશ વસાવા, નિતાબેન મોદી, કોંગ્રેસના પુર્વ મહિલા પ્રમુખ પ્રેરણાબેન વિક્રમસિંહ ,આમ આદમી પાર્ટીના નેતા સંજય મોરી સહિત તેમના સમર્થકો મોટી સંખ્યામા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા હતા.