સમય ક્રાંતિ ન્યૂઝ..
ગોંડામાં ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેનના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. હવે ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેનના અકસ્માતને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે.
રેલવે દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ટ્રેનના લોકો પાયલટે અકસ્માત પહેલા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. મળતી માહિતી મુજબ રેલ્વે અધિકારીઓએ ટ્રેનના બંને લોકો પાયલટ સાથે વાત કરી છે. રેલ્વે અધિકારીઓએ સત્તાવાર રીતે જણાવ્યું હતું કે અકસ્માત પહેલા ટ્રેનના લોકો પાયલટે ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. થોડી જ વારમાં ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
તપાસ બાદ વાસ્તવિકતા બહાર આવી શકશે..
આ કેવો વિસ્ફોટ હતો? ટ્રેક પર કંઈક હતું? શું આમાં કોઈ પ્રકારનું ષડયંત્ર છે? શું આ વિસ્ફોટને કારણે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા? તેની માહિતી તપાસ બાદ બહાર આવશે. હાલ ટ્રેનના બંને લોકો પાયલટ સુરક્ષિત હોવાનું કહેવાય છે.
ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. પ્રારંભિક અહેવાલો અનુસાર આ દુર્ઘટના રેલવે ટ્રેક પર પૂરના પાણીને કારણે થઈ હતી. હવે સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે ટ્રેક પર પાણી હતું તો ટ્રેનને સિંગલ ટ્રેક કેમ આપવામાં આવ્યો. આ દુર્ઘટના પોતે ખૂબ જ આશ્ચર્યજનક છે કારણ કે દર વર્ષે ચોમાસાની ઋતુમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ રહે છે. આવી સ્થિતિમાં રેલવે કર્મચારીઓ ટ્રેકનું નિરીક્ષણ કરે છે અને ત્યારપછી જ ટ્રેનને આગળ વધવાના સંકેત આપે છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પાણી જમા થવાના કારણે ટ્રેક ડૂબી ગયો હતો કે અન્ય કોઈ કારણ હતું તો તેની સમયસર તપાસ કેમ ન કરાઈ. જો આવું થયું હોય તો તેને રેલવેની મોટી બેદરકારી કહી શકાય. જો કે હજુ સુધી સત્તાવાર રીતે કારણ આપવામાં આવ્યું નથી.