સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા નગરમાં આવેલ ધોડિયાવાડ વિસ્તાર જેમાં દાદા મોરીયા ગ્રુપ વિઘ્નહર્તા ગણેશ મંડળ દ્વારા ભક્તિ સાથે શક્તિ નો સમન્વય જોવા મળ્યો
છે જેમાં આજરોજ એક ઉમદા સેવા નું કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં નગરના સામાન્ય નાગરિકો જ્યારે મોટી ગંભીર બીમારી થી પીડાતા હોય
ત્યારે ખાનગી હોસ્પિટલો મા જઇ નથી શકતા ત્યારે દાદા મોરિયા ગ્રુપ દ્વારા
તાપી જિલ્લા ના પ્રખ્યાત ડોક્ટરો દ્વારા આંખ કાન ગળા તથા સ્ત્રી રોગ, બાળકોના ડોક્ટર સાથે એમડી ફિઝિશિયન અને હૃદય રોગના નિષ્ણાતો દ્વારા મફત સેવાઓ આપવામાં આવી હતી અને મફતમાં દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ 200 થી વધારે
લોકો ઓએ આ સેવાનો લાભ લીધો હતો
જેમાં લોકોએ આ કાર્ય ને બિરદાવ્યું હતું અને ચાલુ વર્ષે દાદા મોરીયા ગ્રુપ દ્વારા
અલગ અલગ સેવાકીય કાર્ય કરવામાં આવતા નગર ના અને સ્થાનિકો દ્વારા દાદા મોરીયા ગ્રુપ નો આભાર માન્યો હતો જોકે સમગ્ર સંચાલન કરતા મયંકભાઈ અને તેમના ગ્રુપ દ્વારા પધારેલ દરેક ડોક્ટરોને સન્માની
કરી તેમનો હદયથી આભાર
વ્યક્ત કરવામાં આવ્યું હતો
..