સમય ક્રાંતિ ન્યૂઝ..
સુરત જિલ્લામાં રવિવારે સાંજે બે કલાકમાં મેઘરાજાએ (Rain) રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. વિજળીના કડાકા ભડાકા સાથે સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં તુટી પડેલા વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. બે કલાકમાં ચાર ઇંચ વરસાદથી સુરત શહેર જાણે થંભી ગયું હતું. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચોવીસ કલાક સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારપછીના ચારેક દિવસ સુધી શહેરમાં વરસાદી માહોલ યથાવત રહેશે. શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી ધીમી ધારે વરસાદ પડે છે. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આજે પણ સવારથી વરસાદી માહોલ હતો. સાંજે એકાએક આકાશને કાળાડિબાંગ વાદળોએ ઘેરી લીધા હતા. અને સાંજે બે કલાકમાં મેઘરાજા તુટી પડ્યા હતા.