સમય ક્રાંતિ ન્યૂઝ..
ગુજરાતના મોટાભાગના જિલ્લામાં તાપમાન (temperature) 40ને પાર નોંધાયું છે. અમદાવાદ રાજકોટ અમરેલી સહિતના જિલ્લામાં તાપમાનનો પારો 45ને પાર જતાં આગ ઝરતી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. હવામાન વિભાગે (Meteorological Department) હજુ પણ હિટવેવની ( Heat wave) આગાહી કરી છે.
રાજ્યમાં ભયંકર ગરમીથી હુજ કોઇ રાહત મળવાના સંકેત નથી મળી રહ્યાં . ગરમીને લઇને હવામાન વિભાગે (Meteorological Department )બે જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે તો તો 20 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું ચે. છ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.મધ્ય ગુજરાતના પાંચ તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામં આવ્યું છે. ખેડા,આણંદ,વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, સુરત અને વલસાડમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. . તો ભરૂચ અને નવસારીમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે.હવામાન વિભાગના અનુમાન મુજબ આજે પણ આકાશમાંથી અગનવર્ષા વરશસે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીને લઈને રેડ એલર્ટ અપાયું છે. ગરમીની સ્થિતિને જોતા આકરા તાપથી બચવા માટે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.