સમય ક્રાંતિ ન્યૂઝ..
માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામીને કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશો જાણે કે થંભી ગયા હતા. દુનિયાની અનેક એરલાઈન્સને અસર થઈ છે. માઈક્રોસોફ્ટ ક્લાઉડના આઉટેજને કારણે સમગ્ર વિશ્વ જાણે સ્થિર થઈ ગયું હતું. વિશ્વભરની તમામ બેંકો, વ્યવસાયો, એરલાઇન્સ ક્લાઉડ સર્વર પર નિર્ભર હોવાને કારણે માઈક્રોસોફ્ટ ક્લાઉડ ડાઉન થવાને કારણે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત
વિશ્વભરમાં 1400થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. 3 હજારથી વધુ વિમાનોની ઉડાનમાં મોડું થયું હતું. ભારતમાં ચાર એરલાઈન્સ- ઈન્ડિગો, સ્પાઈસજેટ, અકાસા એર અને એર ઈન્ડિયા એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે તેમની બુકિંગ, ચેક-ઈન અને ફ્લાઈટ અપડેટ સેવાઓ ટેક્નિકલ સમસ્યાને કારણે પ્રભાવિત થઈ હતી. એરપોર્ટ પર સર્વિસના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સમગ્ર વિશ્વમાં માઈક્રોસોફ્ટ સેવાઓ ડાઉન છે. જેના કારણે હવાઈ સેવા, રેલવે અને અન્ય સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. વિશ્વના ઘણા દેશો આનાથી પ્રભાવિત થયા છે. શુક્રવારે બપોરથી સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો. એન્ટીવાઇરસ ક્રાઉડસ્ટ્રાઇકના અપડેટથી માઇક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસમાં શુક્રવારે મુશ્કેલી આવી ગઈ. એના કારણે દુનિયાભરમાં એરલાઇન્સ, ટીવી ટેલિકાસ્ટ, બેકિંગ અને અનેક કોર્પોરેટ કંપનીઓનાં કામકાજ પર અસર પડી. અમેરિકા, બ્રિટન અને ભારત જેવા અનેક દેશમાં 1400થી વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઈ ગઈ. વિશ્વના ઘણા દેશોમાં સ્ટોક એક્સચેન્જો ઠપ્પ થઈ ગયા. વિશ્વભરમાં લાખો વિન્ડોઝ યુઝર્સે બ્લુ સ્ક્રીન ઓફ ડેથ (BSOD) એરરનો અનુભવ કર્યો.