રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિએ દુમદા અનેપીપળકૂવા પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહી બાળકોને કરાવ્યો શાળા પ્રવેશ

સમય ક્રાંતિ ન્યૂઝ..

સમગ્ર રાજયમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શ્રૃંખલામાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા દુમદા અને પીપળકુવા ખાતે યોજાયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં રાજયના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિએ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.


દુમદા અને પીપળકુવા ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિએ શિક્ષણનું મહત્વ સમજાવી કોઇપણ સમાજે વિકાસના પથ પર અગ્રેસર થવું હશે તો શિક્ષણ મેળવવું જ પડશે એમ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય એ માટે રૂા. ૪૭૭૪ કરોડની બજેટમાં જોગવાઇ કરવામાં આવી હોવાનું ઉમેરી તેમણે સોનગઢ તાલુકામાં રૂા. ૧૨.૫૪ કરોડના ખર્ચે ૯૦ નવા ઓરડાઓ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
રાજય સરકારની વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી તેમણે તાજેતરમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નમો લક્ષ્મી અને નમો સરસ્વતિ યોજના અંગે પણ વિગતે સમજ આપી હતી.
બાળકોના સર્વાંગી વિકાસમાં શિક્ષક અને વાલીની ભૂમિકા અંગે માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું હતું કે, વાલીઓએ પણ બાળકના શિક્ષણ અંગે શિક્ષકો જેટલી જ કાળજી રાખવી પડશે એમ કહી તેમણે શાળામાં ભણવા આવતા તમામ બાળકો પોતાના જ બાળકો છે એમ સમજી શિક્ષકો બાળકોને કેળવણી આપે એવી અપેક્ષા પણ તેમણે વ્યકત કરી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now


પીપળકુવા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પ્રાસંગિક ઉદ્દબોધન કરતા વિક્રમભાઇ ગામીતે માંડવી વિધાનસભા મતવિસ્તારમાં કરવામાં આવી રહેલા વિકાસકામોનો ચિતાર રજૂ કરી આ વિસ્તારમાં ૯૫ કરોડના રસ્તાના કામો મંજૂર કરવામાં આવ્યા હોવાનું જણાવી તેમણે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો આશય સ્પષ્ટ કરી તમામ વાલીઓ પોતાનું બાળક પુરેપુરૂં શિક્ષણ મેળવે એ બાબતની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ નાના ભૂલકાઓને આંગણવાડી, બાલ વાટિકા અને ધો. ૧ શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહક ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા. ગામના વયોવૃદ્ધ નાગરિકોનું પણ મંત્રીએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. શાળાના બાળકોએ વિવિધ વિષયો પર તેમના અભિપ્રાયો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંત્રી કુંવરજીભાઇ હળપતિએ ગામની વિધવા બહેનોને સાડીનું વિતરણ કર્યું હતું તેમજ બાળકોને શૈક્ષણિક કીટ ભેટ આપી હતી. મંત્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકોએ કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. વર્ષાબેન વસાવા, સોનગઢ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મિનેશભાઇ વસાવા, તાલુકા વિકાસ અધિકારી ડી.ડી.ગાવિત, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રવિન્દ્રભાઇ ગામીત, અગ્રણી વિજય ભાઇ વસાવા, દુમદાના સરપંચ રમીલાબેન, આમલીપાડાના સરપંચ, ગુણસદાના સરપંચ કિશનભાઇ, પીપળકુવાના સરપંચ દિપ્તેશભાઇ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના અરવિંદભાઇ ગામીત, દિવ્યાંગભાઇ ગામીત, શાળાના શિક્ષકો, વાલીઓ, શાળા સંચાલન સમિતિના પ્રમુખ અને સભ્યો, વાલીઓ બાળકો અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બોક્ષ આઇટમ:
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમ દરમિયાન મંત્રી અને અન્ય મહાનુભાવોએ પ્રાથમિક શાળા, દુમદા ખાતે બાલવાટિકામાં ૫ કુમાર અને ૫ કન્યા, ધો.૧માં ૯ કુમાર અને ૫ કન્યા, પ્રાથમિક શાળા, આમલીપાડામાં બાલવટિકામાં ૪ કુમાર અને ૫ કન્યા, ધો. ૧માં ૬ કુમાર અને ૫ કન્યા, ટાંકલી ફળિયા, પ્રાથમિક શાળા, દુમદામાં બાલવાટિકામાં ૨ કુમાર અને ૩ કન્યા, ધો.૧માં ૫ કુમાર અને ૫ કન્યાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
જયારે પ્રાથમિક શાળા, પીપળકુવા ખાતે આયોજીત કાર્યક્રમમાં પ્રાથમિક શાળા પીપળકુવાની બાલવાટિકામાં ૭ કુમાર અને ૮ કન્યા, ધો. ૧માં ૮ કુમાર અને ૧૦ કન્યા, બંધારી ફળિયા પ્રાથમિક શાળા પીપળકુવામાં બાલવાટિકામાં ૧ કુમાર, ધો.૧માં ૧ કુમાર અને ૨ કન્યા અને પ્રાથમિક શાળા પાલીશકુવાની બાલવાટિકામાં ૪ કુમાર અને ૩ કન્યા, ધો.૧માં ૧ કુમાર અને ૪ કન્યાઓને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
—-૦—-

Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી