સમય ક્રાંતિ ન્યૂઝ..
આ વર્ષે ભારતમાં ચોમાસું (Monsoon) સામાન્ય કરતાં ઘણું સારું રહેવાનું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ટૂંક સમયમાં જ પ્રશાંત મહાસાગરમાં લા નીના (la Nina)ની અસર જોવા મળશે. જૂનથી શરૂ થતા ચોમાસા (Monsoon)માં સરેરાશ કરતાં વધુ વરસાદ (Rain) પડવાની શક્યતા છે.યુએસ નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના ક્લાઈમેટ પ્રિડિક્શન સેન્ટરે આગાહી કરી છે
કે લા નીના (la Nina)ની અસર આગામી કેટલાક મહિનામાં પ્રશાંત મહાસાગરમાં જોવા મળી શકે છે. NOAA (National Oceanic and Atmospheric Administration of US)એ ગયા અઠવાડિયે ટાઈમ ટેબલ જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે લા નીના (la Nina)ની અસર જૂન અને ઓગસ્ટની શરૂઆતમાં જોવા મળશે. જેના કારણે ભારતમાં ભારે વરસાદ (Rain) અને દેશના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
ખેડૂતોને ફાયદો થઈ શકે છે
ભારતમાં મોટા ભાગનો વરસાદ (Rain) જુલાઈ અને ઓગસ્ટમાં થાય છે અને લા નીના (la Nina)ને કારણે વધતો વરસાદ (Rain) ખેડૂતોને ખેતરોમાં સિંચાઈ કરવામાં પણ મદદ કરશે. વરસાદ (Rain)ની યોગ્ય માત્રા ખાંડ, કઠોળ, ચોખા અને શાકભાજી જેવી મુખ્ય ખાદ્ય ચીજોના ભાવને નિયંત્રિત કરી શકે છે, જે ફુગાવાની સમસ્યાને પણ કાબૂમાં રાખી શકે છે.
લા નીના (la Nina) જૂનથી શરૂ થશે
NOAA કહે છે કે છેલ્લા કેટલાક મહિનામાં લા નીના (la Nina) સંબંધિત ઘટનાઓ જોવા મળી રહી છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ભારતમાં તે જૂનથી શરૂ થશે. NOAA કહે છે કે લી નીનાની અસર જૂનથી ઓગસ્ટ સુધીમાં 49 ટકા અને જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં 69 ટકા વધી શકે છે.