નિઝર ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયોદેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રનિર્માણ માટે મહિલાઓની ચિંતા કરી છે. ધારાસભ્ય

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લાની ૧૭૨ વિધાનસભા સીટના નિઝર એ.પી.એમ.સી.માર્કેટ ખાતે વિકસત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીતના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ નિયામક શ્રીમતિ ખ્યાતી પટેલ,પ્રાંત અધિકારીશ્રી જયકુમાર રાવલ સહિત પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રીની વર્ચયુઅલ ઉપસ્થિતમાં યોજાયેલ આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં મહિલાઓએ ભાગ લઈ કાર્યક્રમને વધાવી લીધો હતો. સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે યોજનાકીય લાભ આપી વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે સમગ્ર તાપી જિલ્લામાં નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે કરવામાં આવ્યું હતું.


ત્યાગ અને સમર્પણ કરતી નારી શક્તિને વધાવતા ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે પહેલા મહિલાઓને ઘર સિવાય કોઈ કામગીરી સોંપતા ન હતા. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વિકસિત ભારતના રાષ્ટ્ર નિર્માણ માટે મહિલાઓની ચિંતા કરી હતી. સખી મંડળની બહેનો,સ્વસહાય જૂથની બહેનોના ગૃપનું રજીસ્ટ્રેશન કરાવ્યું અને રાષ્ટ્રિય આજીવિકા મિશન, રીવોલ્વીંગ ફંડ જેવી યોજનાઓનો મહિલાઓને લાભ મળ્યો. બહેનોએ આ ફંડમાંથી જુદી જુદી કામગીરીઓ કરવાની શરૂ કરી,સસ્તા અનાજની દુકાન,પશુપાલન,ગુહ ઉદ્યોગ ક્ષેત્રે મહિલાઓ આર્થિક રીતે સધ્ધર બની છે. તેઓને રોજગારી મળી છે.આવનારા દિવસોમાં મહિલાઓ પાયલોટ બની, ટ્રેન પણ ચલાવે ત્યારે મહિલાઓ સાચા અર્થમાં વિકાસના ક્ષેત્રે આગળ વધી રહી છે. બધા જ લોકોના યોગદાનથી ૨૦૪૭માં ભારત દેશ વિકસિત દેશોની હરોળમાં પહોંચી જશે.
પ્રાંત અધિકારીશ્રી જયકુમાર રાવલે તમામ મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો છે. નિઝર વિધાનસભા સીટના નિઝર,કુકરમુંડા, ઉચ્ચછલ અને સોનગઢ તાલુકાની મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નારી શક્તિનું ગૌરવ વધાર્યું છે.
નિઝર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સર્વોદય સખી સંઘ,લક્ષ્મીખેડાને પશુપાલન માટે રૂા.૧૦ લાખનો ચેક,એકતા સખીમંડળ સેલુડને રૂા.૫ લાખનો ચેક, પંચશીલ સખીમંડળ,આમોદાને કેન્ટીન અને કરીયાણાની દુકાન માટે રૂા.૧૦ લાખનો ચેક,આદર્શ સખીમંડળ ભીલજાંબોલીને પશુપાલન માટે રૂા.૩૦ હજારનોમિશન મંગલમ ભૂમિ સખી મંડળને રૂા.૩૦ હજારનો ચેક મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા. સરદાર પટેલ વિદ્યાલયની કન્યાઓએ પ્રાર્થના,સ્વાગત ગીત રજુ કર્યા હતા.
આ પ્રસંગે નિઝર,કુકરમુંડા ઉચ્છલ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, કારોબારી અધ્યક્ષ, નિઝર સરપંચ ચંદાબેન,મામલતદારશ્રી નિઝર,કુકરમુંડા,ઉચ્છલ સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી