વઘઈ ખાતે વિધાનસભાનાં નાયબ દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ 

સમય ક્રાંતિ ન્યૂઝ..

પ્રાકૃતિક કૃષિ થકી દેશનાં ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઉન્નત બને તથા દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત બને અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેમજ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાત વિધાનસભાનાં નાયબ દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતમાં વઘઈ કૃષિ યુનિવર્સીટી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રંસગે વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના હેઠળ રાજ્ય સરકાર પ્રતિ માસ રૂપિયા ૯૦૦/- પ્રમાણે ગાય પાલક ખેડૂતને પ્રાકૃતિક કૃષિ કરવાની શરતે ગાય નિભાવ ખર્ચમાં સહાય કરે છે. જેથી ગાયનાં છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી થઈ શકે ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા વધે, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય, નહીંવત ઉત્પાદન ખર્ચ થાય, વધારે ભાવ મળે, પાણીની બચત થાય અને પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય. વર્ષ-૨૦૨૨-૨૩ દરમ્યાન કુલ ૩૦૨૮ ખેડુતોને આ યોજનાનો લાભ અપાયો છે. અત્યાર સુધીમાં આ તમામ ગાય પાલક ખેડુતોને માર્ચ-૨૩ સુધીનાં ૧૨ મહિનાનાં કુલ રૂપિયા ૩૩૨.૮૫ લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે. વર્ષ-૨૦૨૩-૨૪ દરમ્યાન કુલ ૩૧૪૧ ખેડુતો આ યોજનાનો લાભ લઈ રહયા છે. અત્યાર સુધીમાં આ તમામ ગાય પાલક ખેડૂતોને ઓક્ટોબર-૨૪ સુધીનાં ૬ મહિનાનાં કુલ રૂપિયા ૧૯૧.૫૩ લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે.
પ્રાકૃતિક ડાંગ અભિયાનને પરિપુર્ણ કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાઓ લીધા છે. શરૂઆતનાં બે વર્ષ દરમ્યાન ખેડુતોને થોડુ પાક ઉત્પાદન ઘટે છે, જેથી ખેડુતને આર્થિક નુકસાન ના થાય તે માટે પ્રતિ હેક્ટર ૫૦૦૦ રૂપિયાની સહાય ખરીફ સીઝનમાં કરવામાં આવે છે, અને તે જ જમીનમાં ફરીથી રવિ કે ઉનાળું પાક લેવામાં આવે તો ફરીથી પ્રતિ હેક્ટર ૫૦૦૦ રૂપિયાની સહાય ખેડુતને તેના બેંક ખાતામાં વળતર સ્વરૂપે ચુકવવામાં આવે છે. બીજા વર્ષે પણ આ ખેડુતોને પ્રતિ હેક્ટર ૩૦૦૦ રૂપિયા સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન પ્રથમ વર્ષનાં ખરીફ અને રવિ સિઝનનાં ૧૩૪૮૦ ખેડુતોને કુલ રૂપિયા ૭૬૦.૪૪ લાખની સહાય ચુકવી દેવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩ નાં કુલ ૨૧૨૧ ખેડુતોને કુલ રૂપિયા ૫૦૮.૪૮ લાખની સહાય તથા રવિ સીઝનનાં કુલ ૯૦૬૩ ખેડૂતોને રૂપિયા ૧૩૭.૫૫ લાખ મળી કુલ રૂપિયા ૬૪૬.૨૦ લાખની સહાય આપવામાં આવી છે. તેમ માહિતી આપતાં વિજયભાઈ પટેલે જણાવ્યું હતું. રાસાયણિક ખાતરો જેવા કે ડીએપી, યુરિયા અને જંતુનાશક દવાઓનાં વધારે વપરાશથી રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રાકૃતિક કૃષિની સમતુલા ખોરવી નાંખી છે. રાસાયણિક ખાતરનાં કારણે કેન્સરની બીમારીઓ ફેલાઈ છે. રાસાયણિક ખાતર જમીન માટે ખુબ જ હાનિકારક છે. ત્યારે ડાંગ જિલ્લાનાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે, જમીનને ફળદ્રુપ બનાવે તે જરૂરી છે.
વિજયભાઈ પટેલે સરકારી યોજનાઓનો વ્યાપક પણે લાભ લેવા તેમજ અન્ય લોકોને પણ સરકારી યોજનાની માહિતી આપવા જણાવ્યું હતું. તેમજ ભારપૂર્વક આયુષ્યમાન કાર્ડ મેળવી લેવા ખેડૂતોને અપીલ પણ કરી હતી.
ડાંગની વર્ષોની પાણીની તરસ છીપાવતા રાજ્ય સરકારે ડાંગનાં ૨૬૯ ગામો માટેની રૂ.૮૬૬ કરોડની તાપી નદી આધારિત પાણી પુરવઠા યોજના મંજુર કરી છે તેમ જણાવી, ડાંગનાં લોકોને ડેમનાં નામે ગેરમાર્ગે દોરતા તત્વોને જાકારો આપવા અને ડાંગનાં વહી જતા પાણીને નાના અને મધ્યમ કદનાં ડેમોનાં નિર્માણથી ડાંગમાં જ રોકી, ડાંગનાં લોકોની પાણીની જરૂરિયાત સંતોષવાની દિશામાં ડબલ એન્જીન સરકાર કાર્ય કરી રહી છે ત્યારે પ્રજાજનોનાં હિત માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો અભિગમ સ્પષ્ટ કર્યો હતો. ડાંગ જિલ્લાને દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો બનાવી રાખવા સૌ ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવા સાથે જ પ્રાકૃતિક ખેતી માટે સરકારની યોજનાઓનો લાભ લેવા ખેત, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિનાં અધ્યક્ષ હરિશભાઈ બચ્છાવે ઉપસ્થિત ખેડુતોને જણાવ્યું હતું.
આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટ સંજયભાઈ ભગરીયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પ્રાકૃતિક ખેતીની સરકારી યોજનાકીય માહિતી આપી હતી. વઘઈ ખાતે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં કૃષિ તજજ્ઞો તેમજ પ્રગતિશીલ ખેડુતોએ પ્રાકૃતિક ખેતીની ઉપયોગીતા અને તેનુ મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રસંગે વઘઈ તાલુકા સદસ્ય નેહાબેન પટેલ, ભાજપ પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત, સામાજિક આગેવાન સુભાષભાઈ ગાઈન, જિલ્લા ખેતીવાડી અધિકારી હર્ષદ પટેલ તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહયા હતાં.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
વ્યારા તાલુકા પંચાયતમાં થયેલા ડુપ્લીકેટ કામ બાબતે બે કોન્ટ્રાકટર વિરૂદ્ધ વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયત કચેરીમાં મોટો ભ્રષ્ટ્રાચાર બહાર આવ્યો છે જેમાં કોન્ટ્રાકટર દ્વારા ડુપ્લીકેશન કરવામાં આવ્યા Read more

જિલ્લા પંચાયત તાપી દ્વારા શૌર્યચક્રથી સન્માનિત એવા ભારતના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનુ સન્માન

સમય ક્રાંતિ ન્યૂઝ.. શૌર્યચક્રથી સન્માનિત એવા ભારતના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનું તાપી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત Read more

ધરમપુરના ચવરા ગામે આવેલ ગીદાડીનો આંકડોમાં પ્રકૃતિએ પાથરેલું અઢળક સૌંદર્ય તમે જોયું છે..!

સમય ક્રાંતિ ન્યૂઝ.. વરસાદ શરૂ થતાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા અનેક એવા Read more

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક અધિકારી અને ચાર જવાન શહીદ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડોડા (Doda) જિલ્લાના જંગલ વિસ્તારમાં સોમવારે રાત્રે આતંકવાદીઓ (Terrorists) અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. તેમજ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી