કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે વિસ્તરણ કાર્યકરો અને માસ્ટર ટ્રેનર્સ માટે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ..

પ્રાકૃતિક ખેતીની તાલીમમાં ૮૦ જેટલા તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેંદ્ર, વ્યારા ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિસ્તરણ કાર્યકરો અને પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર્સનો માટે બે દિવસીય તાલીમ યોજાઇ હતી.જેમાં કુલ ૮૦ તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં કે.વિ.કે.ના વડાશ્રી ડૉ. સી. ડી. પંડ્યાએ ઉપસ્થિત સૌ લાભાર્થીઓને આવકારી હાલના સમયમાં પ્રાકૃતિક ખેતીની જરૂયાત શા માટે છે તેની વિગતવાર સમજ આપી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન), કેવિકે, વ્યારાએ પ્રાકૃતિક ખેતીના આયામો અને તેના વૈજ્ઞાનિક અભિગમ વિશે પોષણ વ્યવસ્થાપન, નિંદણ નિયંત્રણ અને રોગ-જીવાત નિયંત્રણ વિશે સમજ આપી હતી. શ્રી નાનસિંગ ચૌધરી, રીટા. ડીએફઓએ દેશી ગાય અને સૂક્ષ્મ જીવાણુઓ વિશે સમજ આપતા જણાવ્યું હતું કે,દેશી ગાયના છાણ-મૂત્ર માંથી જીવામૃત, ઘન-જીવામૃત ખાતર બનાવી પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રૂપતા વધારવા ઉપયોગી બને છે. પાકની વૃધ્ધિ ઘણી સારી થાય છે તેમજ સારૂ પોષ્ટિક, સ્વાદિષ્ટ અનાજ, કઠોળ, શાકભાજી અને ફળોનું ઉત્પાદન મળે છે.

ડૉ. ધર્મિષ્ઠા એમ. પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા બાગાયતી પાકોમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતી થકી સારું ઉત્પાદન મેળવવા માટેનાં વિવિધ મુદ્દાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ડૉ. એચ. આર. જાદવ, વૈજ્ઞાનિક (પાક સરંક્ષણ) કેવિકે-વ્યારા દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે જુદા-જુદા પાકોમાં આવતા રોગો અને જીવાતોનાં નિયંત્રણ બાબતે લેવામાં આવતાં વિવિધ પગલાંઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. શ્રી નટુભાઇ ગામીત, પ્રગતિશીલ ખેડૂત-નિશાણા (સોનગઢ)એ તેમનાં ખેતરમાં બનાવેલ પ્રાકૃતિક ખેતીનાં મોડેલ વિશે જણાવી તેમનાં પ્રતિભાવો રજૂ કર્યા હતા.

વાલોડ તાલુકાના દેગામા ગામના શ્રી જયેશભાઇ પટેલ, પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર્સે પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનીક ખેતીનો તફાવત વિસ્તૃત રીતે સમજાવી હાલના સમયમાં પ્રાકૃતિક ખેતીનું શા માટે મહત્વ છે તેની વિગતવાર સમજણ આપી હતી અને જણાવ્યું હતું કે જો ખેડૂતો પ્રાકૃતિક ખેતીના બધાં જ આયામો અપનાવે તો ઉત્પાદન સારૂં મળે છે તેમજ જમીનની ગુણવત્તામાં સુધારો થાય છે.સાથે સૌ તાલીમાર્થીઓને અનુરોધ કરતા જણાવ્યું હતુ કે, પ્રાકૃતિક ખેતીના રજીસ્ટ્રેશન માટેની કાર્યવાહી ચાલુ થઇ ગઇ છે સૌને રજીસ્ટ્રેશન કરી, પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે આહવાન કર્યું હતું.

તાલીમાર્થીઓને પ્રાકૃતિક ખેતીમાં રોગ-જીવાતના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવામાં આવતાં દશપર્ણી અર્ક, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર વિગેરેની પધ્ધતિ નિદર્શન દ્વારા સમજ આપવામાં આવી હતી.અંતમાં તાલીમાર્થીઓને મુંઝવતાં પ્રશ્નોનું સંતોષકારક નિવારણ કરવામાં આવ્યું હતું.

Related Posts
વ્યારા તાલુકા પંચાયતમાં થયેલા ડુપ્લીકેટ કામ બાબતે બે કોન્ટ્રાકટર વિરૂદ્ધ વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયત કચેરીમાં મોટો ભ્રષ્ટ્રાચાર બહાર આવ્યો છે જેમાં કોન્ટ્રાકટર દ્વારા ડુપ્લીકેશન કરવામાં આવ્યા Read more

જિલ્લા પંચાયત તાપી દ્વારા શૌર્યચક્રથી સન્માનિત એવા ભારતના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનુ સન્માન

સમય ક્રાંતિ ન્યૂઝ.. શૌર્યચક્રથી સન્માનિત એવા ભારતના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનું તાપી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત Read more

ધરમપુરના ચવરા ગામે આવેલ ગીદાડીનો આંકડોમાં પ્રકૃતિએ પાથરેલું અઢળક સૌંદર્ય તમે જોયું છે..!

સમય ક્રાંતિ ન્યૂઝ.. વરસાદ શરૂ થતાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા અનેક એવા Read more

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક અધિકારી અને ચાર જવાન શહીદ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડોડા (Doda) જિલ્લાના જંગલ વિસ્તારમાં સોમવારે રાત્રે આતંકવાદીઓ (Terrorists) અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. તેમજ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી