સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા શહેરની ખ્યાતનામ હોસ્પિટલના તબીબ ડો શૈલેન્દ્ર ગામીત વિરૂદ્ધ ત્યાં અગાઉ ફરજ બજાવતી બે મહિલા કર્મચારીઓ દ્વારા દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ અપાઈ હતી.ત્યારથી લંપટ તબીબ ફરાર છે.જેને પકડવા માટે પોલીસ હવાતિયા મારી રહી છે.ત્યારે જે પ્રકરણમાં તબીબ ડો શૈલેન્દ્ર ગામીત ના ધર્મપત્ની દ્વારા પણ ડો શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઈસીયુ અને વ્યારા ક્લિનિકલ લેબોરેટરી પ્રાઇવેટ લિમિટેડ માંથી કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ ભોગ બનનાર મહિલાઓ વિરૂદ્ધ અપાઈ હતી.
જે વ્યારા ક્લિનિકલ લેબોરેટરી ખાતે પોલીસ અથવા આરોગ્ય વિભાગ તપાસ કરે તો વ્યારા સિવિલ હોસ્પિટલ સાથેની મીલીભગત પણ બહાર આવે એવી શક્યતાઓ સેવાઇ રહી છે.કારણ કે તાપી જિલ્લા માંથી તેમજ અન્ય રાજ્ય માંથી આવતા ગરીબ આદિવાસી દર્દીઓને પૈસા ખર્ચવા માટે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો મજબૂર કરી રહ્યા હોઈ તેમ કેટલાક લેબ ટેસ્ટ કરાવવા માટે વ્યારા ક્લિનિકલ લેબોરેટરી પ્રાઇવેટ લિમિટેડ ના પ્રિક્રીપશન પર જનરલ હોસ્પિટલ નો સિક્કો મારી મોકલવામાં આવી રહ્યા છે.ત્યારે સવાલ એ થાય છે કે રાજ્ય સરકાર કરોડો રૂપિયા આરોગ્ય ની સેવા માટે ખર્ચી રહી છે.જે આપણા બધાના ટેક્ષ માંથી આપવામાં આવે છે.એ રૂપિયા જાય છે ક્યાં ??? કેમ લેબ ટેસ્ટ માટે ખાનગી લેબનો સહારો લેવો પડી રહ્યો છે??? તાપી જિલ્લામાં ગરીબ આદિવાસી દર્દીઓ માટે કેમ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી એનો જવાબ રાજ્યના આરોગ્ય પ્રધાને આપવો પડશે,ત્યારે જે લેબ ના સંચાલકો સાથે કરોડોની ઉચાપત થઈ હોઈ ત્યાં સિવિલ હોસ્પિટલના સત્તાધીશો ગરીબ દર્દીને મોકલી રહ્યા છે એ કેટલું યોગ્ય કેહવાય ??? શું દર્દીઓને gst વાળા પાકા બિલ આપવામાં આવી રહ્યા છે ??? પ્રિક્રિપશન પર જનરલ હોસ્પિટલ નો સ્ટેમ્પ કેમ મારવામાં આવ્યો ??? શું જનરલ હોસ્પિટલ ના સત્તાધીશો નું વ્યારા ક્લિનિકલ લેબ ના સંચાલકો સાથે સેટિંગ છે ??? શું સિવિલ હોસ્પિટલના સંચાલકો પણ ભાગીદાર છે ??? ત્યારે સમય ક્રાંતિ દ્વારા વ્યારા શહેરમાં આગમન થઈએ ત્યાં નજીકમાં નવી બનતી એક બિલ્ડિંગ ની પણ તપાસ કરવામાં આવી રહી છે.જેમાં પણ કેટલાક તબીબો ભાગીદાર હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.જે આવનાર દિવસોમાં સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવશે.ત્યારે લંપટ તબીબ તાપી પોલીસ ના હાથે ક્યારે લાગે છે એ જોવું રહ્યું…..