સમય ક્રાંતિ ન્યૂઝ..
કુટુંબનો જુવાનજોધ દિકરો અચાનક મૃત્યુ પામ્યો ત્યારે સરકારશ્રીની કલ્યાણકારી યોજના સહાયરૂપ બની
તાપી જિલ્લાના છેવાડાના નિઝર તાલુકા મથકે રહેતા અનુસૂચિત જાતિના આહિરે પરિવારને આફતના અવસરે સરકારશ્રીની કલ્યાણકારી યોજનાનો સહારો ટેકારૂપ બન્યો છે. પ્રધાનમંત્રી જીવન જ્યોત વિમા યોજનામાં આહિરે પરિવારને રૂા.૨ લાખની વિમાની રકમ મળતા ગરીબ પરિવારને સમયસર આર્થિક મદદ મળી રહી હતી.
પરિવારના મોભી ઉત્તમભાઈ આહિરે ખૂબ જ સામાન્ય પરિવારના છે. તેઓને સરકારશ્રીના જુદા જુદા કાર્યક્રમો દ્વારા જાણકારી મળી હતી કે પ્રધાનમંત્રી જીવન જ્યોત વિમા યોજનામાં ખૂબ જ ઓછુ પ્રિમિયમ ભરવાથી સુરક્ષા કવચ પ્રાપ્ત થાય છે. આવી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાનો લાભ લેવો જોઈએ. તેમના દિકરા સ્વ.બલીરામભાઈ ઉત્તમભાઈ આહિરે વર્ષ ૦૬/૦૮/૨૦૨૨થી આ યોજનામાં જોડાયા હતા. તેઓનું અચાનક ૩૦ એપ્રિલ-૨૪ ના રોજ મૃત્યુ થતા કુટુંબીજનો ઉપર જાણે આભ તુટી પડ્યું હતું. પરિવારે જુવાનજોધ દિકરો ગુમાવ્યો ત્યારે એવા સંજોગોમાં ખરેખર કુટુંબીજનોની હાલત કફોડી થઈ જાય.
ઉત્તમભાઈ આહિરેએ પ્રધાનમંત્રી જીવન જ્યોત વિમા યોજનાનો લાભ મળતા અત્યંત ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારશ્રીની આ યોજના ખૂબ સારી છે. દરેક લોકોએ આ યોજનાનો લાભ લેવો જોઈએ. વર્ષમાં એકવાર માત્ર રૂા.૪૩૬ જેટલું નજીવુ પ્રિમિયમ ભરવાનું હોય છે. બસ આટલા જ રૂપિયામાં વારસદાર/પરિવારજનોને રૂા. બે લાખ ચૂકવવામાં આવે છે. આખા વરસમાં આટલા રૂપિયા ભરવાના આવે તો બો મોટી વાત નથી. દરેક વ્યક્તિને પરવડે તેટલી રકમમાં યોજનાનો લાભ ખરા સમયે આપ્યો એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ સુ.ડિ.કો. બેંક ઓફિસરોનો પણ આભાર વ્યક્ત કરૂં છું તેઓએ ખૂબ જ સહાનુભૂતિપૂર્વક ખૂબ જ ટૂંકા સમયગાળામાં અમોને યોજનાનો લાભ આપ્યો છે.
તાપી જિલ્લાના aspirational બ્લોક નિઝર ખાતે સુરત ડિસ્ટ્રીક્ટ કો ઓપ બેંક ના 116 માં સ્થાપના દિવસ નિમિતે યોજાયેલ સમારોહમાં પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત લાભાર્થીને બે લાખ રૂપિયાનો ચેક મૃતક બલિરામ ઉત્તમ ભાઈ આહિરે ના પરિવાર ને અર્પણ કરવામાં આવ્યો હતો.
સુરત ડિસ્ટ્રીક્ટ કો ઓપ બેંક ના વાઇસ ચેરમેન શ્રી સુનીલભાઈ પટેલ,લીડ બેંક મેનેજર રસીક જેઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ યોજના ૧૮ થી ૫૦ વર્ષની વય સુધીના વ્યક્તિઓ લાભ લઈ શકે છે. જેમાં વિમાધારકના કોઈપણ કારણસર થયેલા મૃત્યુ સામે તેઓના વારસદાર/પરિવારજનોને રૂા.૨ લાખની સહાય મળે છે. આ યોજના દર વર્ષે રીન્યુ કરાવી શકાય છે.