સમય ક્રાંતિ ન્યૂઝ..
નસવાડી તાલુકાના રતનપુર (ક) ગામે એક આદિવાસી કારીગર તાડના વૃક્ષના સૂકા પાંદડા માંથી રંગબેરંગી પંખા બનાવે છે. તંત્ર દ્વારા આ કારીગર ને આજદિન સુધી કોઈ પણ જાતની સહાય ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવી નથી. પંખા બનાવવાની અદ્ધભૂત કલા આ કારીગર પાસે છે. પરંતુ ગરીબ હોવાથી પંખા બનાવ્યા બાદ વેચવા માટે તેની પાસે કોઈ સુવિધા નથી. સરકાર આવા કારીગરો પાસેથી હસ્ત કલા માં વેચાતી વસ્તુઓમાં આ કારીગર ના પંખા ખરીદી ને રોજગારી આપે તેવી આ પરિવાર માંગ કરી રહ્યું છે
નસવાડી તાલુકાના રતનપુર (ક) ગામે રહેતા રાઠવા જેઠાભાઇ છોડાભાઈના પરિવારમાં બે પુત્રો છે. રોજગારી માટે કોઈ સુવિધા ના હોવાથી બંને પુત્રો સૌરાષ્ટ્ર મજૂરી કામે ગયા છે. જયારે પતિ પત્ની બંને સાથે રહે છે . તેઓ પાસે રોજગારી મેળવવા માટે કોઈ સાધન ના હોવાથી અને વૃદ્ધ અવસ્થામાં હોવાથી મહેનત મજૂરી નું કામ થતું નથી . જયારે તેઓ તાડના વૃક્ષના પાંદડા તોડીને તેને સુકવેલા પાંદડાને ગુંથીને પંખા બનાવે છે . તેની અદ્ધભૂત કલા મન મોહી લે છે. પંખામાં અલગ અલગ કલર પુરવામા આવે છે. એક પંખો 50 રૂપિયામાં વેચાણ કરે છે. પરંતુ ગામડું હોવાથી પંખા નું વેચાણ ઓછું થાય છે. સરકારે આવા કારીગરોને જીવન નિર્વાહ માટે આધુનિક સાધનો ગરીબ કલ્યાણ મેળામાં આપવા જોઈએ અને હસ્ત કલા થી બનાવેલા પંખા ની ખરીદી સરકારે કરવી જોઈએ .જેથી આવા પરિવારો ને રોજગારી મળી રહે. તેઓના જણાવ્યા મુજબ આટલા વર્ષોમાં સરકારે કોઈ લાભ આપ્યો નથી. મારા બનાવેલા પંખા આખા તાલુકામાં જોવા નહિ મળે. સરકાર મારા બનાવેલા પંખાની ખરીદી કરે તો મને રોજગારી મળે તેમ છે.