સમય ક્રાંતિ ન્યૂઝ..
આગામી તા. ૭ મે, ૨૦૨૪ ને મંગળવારના રોજ લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે ઔદ્યોગિક એકમો, સંસ્થાઓમાં નોકરી કરતા તમામને મતદાન માટે સવેતન રજા આપવાના આદેશો જારી કરાયો છે.
આ સંદર્ભે વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસરની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ વ્યારા નગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકોને જણાવવાનું કે આપના ત્યાં કામ કરતા તમામ નોકરિયાત તા. ૭ મે, ૨૦૨૪ નાં રોજ યોજાનારી ચૂંટણીમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (બી) (૧) અન્વયે સવેતન રજાના હક્કદાર રહેશે.જેની નોંધ લેવા જાહેર જનતાને અપીલ કરાઈ છે.